Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
પ્રાણીની જેમ, એમને મહાકષ્ટ ઘરભેગા કર્યા.
વૃદ્ધા વગેરે ઘરભણી ગયા એમની પાછળ અભયકુમારે પોતાના ગુપ્ત પુરુષોને મોકલ્યા. એ સેવકો જઈને એનું ઘર ઓળખી આવ્યાને એની નિશાની આપી. એ નિશાનીએ સાળો બનેવી બંને વૃદ્ધાને ઘેર પહોંચ્યા-તે, વૃદ્ધાના દુર્ભાગ્ય કે વધુઓના સદ્ભાગ્ય-એ બેમાંથી ક્યાંથી આકર્ષાઈને પહોંચ્યા એની અમને કંઈ સમજણ પડતી નથી ! પોતાના સ્વામિનાથને અકસ્માત આવ્યા જોઈને પત્નીઓ સર્વે, જાણે અમૃતનો છંટકાવ થયો હોય નહીં એમ, આનંદમાં નિમગ્ન થઈ કહેવા લાગી-અહો આજનો ધન્ય દિવસ ! કે અમારા પતિદેવ, અજાણ્યે કિનારે ચઢી ગયેલા પ્રવહણની જેમ, સહસા અમને પુનઃ મળ્યા !
એ વખતે અભયકુમારે પેલી વૃદ્ધાને કહ્યું-અહો ! કપટકળાની મૂર્તિ, ધિક્કાર છે તને કે અમારા જ નગરમાં તું આવો અન્યાય કરી રહી છે ! અમને જ ઠગીને અમારી જ સાથે વેર ખેડવા માંડ્યું ! અપુત્રનું દ્રવ્યાદિ સર્વ રાજા હસ્તગત કરશે એવા ભયથી તેં આ કૃતપુણ્યને ઘેર લઈ જઈને વર્ષો પર્યન્ત રાખ્યો અને સંતાન થયા પછી પુનઃ કાઢી મૂક્યો ! ધિક્કાર છે આવા તારા નિર્દયપણાને ! એના આવા ઘનસાર જેવા સુગંધી શીલથી તારો એક પણ રોમરાય ભેદાણો નહીં તો શું તું નક્કર પથ્થર જ છો ! આ તારા પૌત્રો, ચારે વધુઓ અને સમસ્ત દ્રવ્યાદિ આ કૃતપુણ્યને સોંપી દે; અને તું ખાલી હાથે બહાર નીકળ. એ જ તારી અનીતિનો દંડ, અન્ય રાજાઓ તો આવું કરનારને મુખે અને મસ્તકે મેશ સુદ્ધાં ચોપડાવવાની શિક્ષા કરે છે (પણ હું તે કરતો નથી.) અહો ! જે સ્ત્રી પૂર્વે ચારે વધુઓને નિત્ય સ્વેચ્છાપૂર્વક બળાત્કારે પોતાની આજ્ઞા ઉઠાવવાનું કહેતી તે આજે અભયકુમારની સમક્ષ એક શબ્દ પણ બોલી શકી નહીં ! અથવા તો વણિક જાતિને માટીના કાક જેવી કહી છે તે સત્ય જ છે. પછી અભયકુમારે વૃદ્ધાને યથારૂચિ ભોજન અને વસ્ત્રાદિકનો ખરચ નીકળી રહે એટલું દ્રવ્ય અપાવ્યું; અને વધુઓ, એના પુત્રો અને
૧. કપુર. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો)
૧૮૯