Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
છે અને મૂર્ખ માણસો અમૃત છોડી વિષપાન તરફ લલચાય છે; તેવી રીતે જડ મનુષ્યો શુદ્ધધર્મ સમજાવનારા ગરૂને ત્યજીને, વેષની સમાનતાને લીધે ભ્રાન્તિમાં પડી જઈ કુગુરુનો આશ્રય લે છે. વિચક્ષણ હોય છે એઓ જ ફક્ત નાના પ્રકારના કુગુરુઓમાંથી સદ્ગુરુને ઓળખી કાઢી ગ્રહણ કરે છે; હંસપક્ષીઓ નીરથકી દૂધને ભિન્ન કરીને ગ્રહણ કરે છે એમ. હે મહાનુભાવો ! આ પ્રકારે ધર્મોપદેષ્ટા મળવા મુશ્કેલ છે. માટે પ્રયાસ કરીને એમને શોધી કાઢી એમની સેવા કરો અને એમનાં વચનામૃતનું પાન કરો. (ધર્મોપદેશકૌર્લભ્ય ભાવના).”
“આ પ્રમાણે ભવ્ય પ્રાણિઓએ બાર ભાવના પૂરેપૂરી ભાવવી.
મંત્રધ્યાનથી વિષ ઉતરી જાય છે એમ એ ભાવના ભાવવાથી પાપમાત્રનો વિલય થાય છે, શીલ કે તપશ્ચર્યા ન હોય, છતાં વિશુદ્ધ ભાવના હોય તો એના યે પ્રભાવથી પ્રાણીઓ, આદર્શ-ગૃહસ્થ-ભરતચક્રવર્તીની પેઠે, ઘાતિકર્મોનો ક્ષય કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. માટે હે ભવ્ય પ્રાણીઓ ! આ ભાવનાધર્મને વિષે આદર કરો. ઉત્તમ કોમળ ઉપાય હોય તો એ શા માટે ન કરવો ?”
પ્રભુની આવી દેશનાને લીધે, સૂર્યોદયથી કમળપુષ્પો જાગ્રત-વિકસ્તર થાય છે એમ, ભવ્ય પ્રાણીઓ જાગ્રત થયા-બહુ બોધ પામ્યા.
પછી પર્ષદામાં બેઠેલા કૃતપુણ્ય અવસર પ્રાપ્ત કરીને, પ્રભુને અંજલિ જોડી વિજ્ઞાપના કરી. કારણકે બુદ્ધિમાન હોય છે એઓ અવસર ઓળખીને જ ભાષણ કરે છે. એણે પૂછ્યું -હે ભગવાન ! આપ હથેળીમાં રહેલા આમળાની જેમ સમસ્તભુવનની વાત જાણો છો તો કૃપા કરીને કહો કે પૂર્વભવમાં મેં શા પુણ્ય-પાપ કર્યા હતાં કે, મેઘના આચ્છાદનથી સૂર્યના આતપમાં અંતરાય પડે છે એમ મારા સુખભોગમાં અંતરાય પડ્યો ? વળી ભક્તિ આદિને વિષે પ્રવીણ એવી સાતસાત સ્ત્રીઓ મારા કયા પૂર્વ ભવના યોગને લીધે મને પ્રાપ્ત થઈ ?
મંથન કરાતા સમુદ્રના ઘોષ જેવી ગંભીર વાણી વડે ભગવાને ઉત્તર આપ્યો કે
૨૧૦
“કોઈ નગરમાં એક સૂરાદિત્ય નામનો ગૃહસ્થ રહેતો હતો. એને અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)