Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 223
________________ હે કૃતપુણ્ય ! પછી વત્સપાલકનો જીવ તું અહીં શ્રેષ્ઠીનો પુત્ર થયો, અને પાડોશીની છ સ્ત્રીઓ તારી જયશ્રી આદિ પત્નીઓ થઈ. રત્નાએ મુનિની નિંદા કરીને પાપ બાંધ્યું હતું એને લીધે એ ગણિકા થઈ; કેમકે સત્યમેવ કર્મરૂપી ગણિતશાસ્ત્રી પ્રસ્તાવની ગણત્રી કર્યા જ કરે છે. વળી. હે મહાભાગ ! તે મુનિને દાન દીધું તો પૂર્ણ ભક્તિ સહિત; પરંતુ ત્રણ વિભાગ પાડ્યા તેથી તારા ભોગવિલાસમાં વિભાગ પડ્યા-અર્થાત તારા સુખમાં અંતરાય આવ્યા. કેમકે રથ ગમે એટલા વેગવાળો હોય તોયે વચ્ચે. ગર્ત આદિ આવવાથી સ્કૂલના પામ્યા વિના રહેતો નથી. પણ પરિણામે તમારું-સર્વનું સર્વ સારું જ થયું; કારણકે સુપાત્રદાન ગમે તેમ પણ મનુષ્યના ભવિષ્યના વૈભવનો જ હેતું છે.” પુનઃ કૃતપુણ્ય ભગવાનને વિજ્ઞપ્તિ કરી કે-હે પ્રભુ ! ત્યારે જો આ દેવદત્તા પૂર્વભવમાં મારી જનની હતી તો અહીં આ જન્મમાં એણે મને, મારું સર્વસ્વ લઈ લઈને એક ક્ષણ માત્રમાં કેમ બહાર કાઢી મૂક્યો ? એ સાંભળી સર્વ વસ્તસ્વરૂપનું જેમને જ્ઞાન છે. એવા જિનેશ્વરે ઉત્તર આપ્યો કે આ વર્તમાન ભવથી પૂર્વના ત્રીજા ભવમાં તમે બંને ચંદ્ર અને ભદ્ર નામના મિત્રો હતા. અથવા તો આ જગતમાં કોણ એવો છે કે જેને કોઈની સાથે મિત્રતા કે શત્રુવટ નહીં હોય ? એ ચંદ્ર અને ભદ્ર હંમેશા પરસ્પર લે દે કરતા; કારણકે લેવું ને દેવું એ પ્રીતિના છ લક્ષણમાનું એક લક્ષણ છે. એ છ લક્ષણો આ પ્રમાણે છે; દેવું અને લેવું, ગુપ્ત વાત કહેવી અને જાણવી; તથા જમવું અને જમાડવું. એ બંનેની મિત્રતા બંધાયાને કેટલાક દિવસ થયા એવામાં એકદા ચંદ્રને ઘેર કોઈ ઉત્સવનો પ્રસંગ આવ્યો. એ વખતે ચંદ્ર પોતાની સ્ત્રીને માટે ભદ્ર પાસે એકાદ મણિભૂષિત આભરણ માગ્યું. એટલે ભદ્રસ્વભાવી ભદ્ર, મિત્રના ઉપયોગમાં આવે એ વસ્તુ જ ૧. ખાડાખડીઆ. २. ददाति प्रतिग्रह्णाति गुह्यमाख्याति पृच्छति । भुंक्ते भोजयते चेव षड्विधं प्रीतिलक्षणम् ॥ ૨૧૪ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250