Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
તક્ષણ “પિતાજી, અમને મૂકીને આટલા દિવસ ક્યાં ગયા હતા.” એમ બોલતા બોલતા મૂર્તિની ઉપર ચઢવા લાગ્યા. એકે કહ્યું-તાતનો મારા પર બહુ પ્રેમ હતો માટે હું એમના અંકને વિષે બેસીશ; બીજા દૂર રહો. ત્યાં વળી બીજો કહેવા લાગ્યો-ચાલ તું દૂર રહે. હું પિતાજીને બહુ વલ્લભ હતો. એઓ સુંદર ફળાદિક લાવતા ત્યારે પ્રથમ ભાગ મારો પાડતા. માટે હું જ એકાકી તાતના ઉલ્લંગમાં બેસીશ. શેષ બાળકો પણ એજ પ્રમાણે અનુસરતું બોલવા લાગ્યા. કારણકે બાળકોનો એવો જ સ્વભાવ છે. આમ વિવાદ કરતા, કોઈ એ મૂર્તિના ઉસંગમાં બેસી ગયા; કોઈ જાનપર, કોઈ ચરણ પાસે, કોઈ મસ્તક પર, કોઈ ખભા પર, કોઈ ભુજાપર, તો કોઈ પીઠે, એમ મનમાં આવ્યું ત્યાં ચઢી બેઠા. પણ એમાં કંઈ આશ્ચર્ય જેવું નહોતું; કેમકે મોટા માણસને પણ કવચિત આવી ભ્રાન્તિ થાય છે. વળી તે તે સ્થાને રહેલા-એવા એ બાળકો વારંવાર, ક્ષણમાં અહીં તો ક્ષણમાં અન્યત્ર એમ સ્થાન બદલવા લાગ્યા; કારણકે વાનરો અને બાળકો ક્યાંય પણ સ્થિર થઈને બેસતા નથી.
આટલા બધા પુત્રો જેના પર બેઠા છે એવી એ કૃતપુણ્યની પ્રતિમા તે વખતે અંબિકાની મૂર્તિ કરતાં પણ ચઢી ગઈ ! કારણકે અંબિકાને, ગણેશ અને કાર્તિકેય, એ બે જ પુત્રો છે. પછી જવાનો સમય થયો એટલે વૃદ્ધા અને એની વધુ બાળકોને કહેવા લાગી-વત્સો ! ચાલો ! વખત. બહુ થઈ જવા આવ્યો છે. પણ એ બાળકોએ તો પોતાની અસ્પષ્ટ ભાષામાં એકસામટો ઉત્તર આપ્યો કે, તમે જાઓ, અમે તો અમારા પિતાની પાસે જ રહેશે. આવું બાળકોનું બોલવું સાંભળીને પેલી સ્ત્રીઓએ કહ્યું-ભાઈઓ ! આ તમારા પિતા નથી, તમારા પિતા તો ઘેર છે. આ તો દેવની મૂર્તિ છે. એના પર બેસાય નહીં. બેસીએ તો આપણને અનિષ્ટકર્તા એવી આશાતના લાગે. તમે મૂર્ખાઓ કંઈ સમજતા નથીતમારું શું કરવું ? ઘેર ચાલો, ત્યાં તમને નારંગી, કેળાં, ખજુર, અખરોટ, દ્રાક્ષ વગેરે આપશું એમ કહી લાલચમાં નાખી, નવા ખરીદેલા ગાય આદિ
૧. (મૂળઅર્થ) પાડવું-નાશ કરવો; જ્ઞાન, દર્શન, ચારિત્ર-એના લાભનો નાશ કરવો; એ ત્રણથી થતો લાભ ગુમાવી બેસવો; (ગૌણઅર્થ) દેવ-ગુરુ વગેરે પ્રતિ અવિનય કરવો તે. ૧૮૮
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)