Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
ન રહેવું, સ્ત્રીસંબંધી કથાનો ત્યાગ કરવો, સ્ત્રીની સાથે પૂર્વે બોલ્યા ચાલ્યા હોય એનું સ્મરણ ત્યજવું, સ્ત્રીઓ તરફ સરાગદષ્ટિએ જોવું નહીં, શરીર શોભા વર્જવી. અને સ્નિગ્ધ આહારનો તેમજ અતિ આહારનો ત્યાગ કરવો. એક પણ વસ્તુ પર મોહ ન રાખવો-સર્વ વસ્તુને વિષે મૂર્છાનો ત્યાગ કરવો-એ પરિગ્રહવિરતિ નામનું પાંચમું વ્રત છે. મુનિ આ વ્રતમાં શુભાશુભ રૂપ, ગંધ, રસ, સ્પર્શ કે શબ્દ પર ન ધરે રાગ કે ન ધરે દ્વેષ. સાધુના આ પાંચ વ્રત ઉપરાંત વળી રાત્રિ ભોજનના ત્યાગરૂપ છઠઠું વ્રત પણ છે. ભાવના યુક્ત આ શીલના પ્રભાવથી અનેક પ્રાણીઓએ નિશ્ચયથી મોક્ષપદ પ્રાપ્ત કર્યું છે, પ્રાપ્ત કરે છે અને ભવિષ્યમાં પણ પ્રાપ્ત કરશે. અતિક્રર ચિલાતી- પુત્ર જેવા પણ આ શીલના પ્રભાવથી પરમ અભ્યદયને પામ્યા છે. તમારે પણ ઉત્તમ પદવી પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો સર્વ સંકલ્પ વિકલ્પ ત્યજીને આ દેદિપ્યમ્યાન શીલ ચારિત્રને વિષે તન્મય બનો.
હવે ત્રીજો તપોધર્મ. પ્રાણીઓના કર્મને ધાતુની પેઠે તપાવે છે એનું નામ તપ. એના બે ભેદ છે; બાલતપ અને અત્યંતર તપ. એમાં બાહુતપના છ ભેદ છે; અનશન, ઉણોદર, રસત્યાગ, વૃત્તિનો સંક્ષેપ, કાયકલેશ. અને સંલીનતા. અત્યંતરતા પણ છ પ્રકારનો છે. પ્રાયશ્ચિત્ત, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વિનય, શુભધ્યાન અને કાર્યોત્સર્ગ, દઢપ્રહારી જેવો બહુ પાપિષ્ઠ પ્રાણી પણ તપશ્ચર્યા વડે કર્મનો નાશ કરીને તેજ ભવે મોક્ષ પામે છે. માટે નિકાચિત કર્મોને ઉખેડી નાખવાની જેની શક્તિ છે એવા તપોધર્મને વિષે નિરંતર ઉઘુક્ત રહો.”
(પ્રભુ હવે ચોથા ભાવનાધર્મ વિષે કહે છે.) બાર ભાવના કહેવાય છે. અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અશુચિ, આશ્રવ, સંવર, લોકસ્વરૂપ, નિર્જરા, બોધિદીર્લભ્ય અને ધર્મોપદેશક દૌર્લભ્ય.”
પ્રભાતે છે તે મધ્યાન્હ નથી, મધ્યાન્હ છે તે રાત્રિએ નથી અને
૧. અંગોપાંગ સંકોચી રાખવાં. ૨. સત્કાર, ભક્તિ. ૩. ચોંટી ગયેલાં. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો)
૨૦૩