Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
પ્રાણી ભવાંતરથી એકલો જ આવે છે, અંધકારરૂપી દુઃખથી પૂર્ણ એવા ગર્ભમાં એકલો જ રહે છે, એકલો જ જન્મે છે, એકલો જ વિલય પામે છે, અને કર્માનુસારે અન્યભવમાં પણ એકલો જ જાય છે. વળી સ્વાર્થી મનુષ્યની પેઠે સુખ કે દુઃખ એકલો જ અનુભવે છે. એકલો જ અનેક પાપકાર્યો કરીને દ્રવ્યસંગ્રહ કરે છે જે એનાં સ્વજનો એકત્ર થઈને ભોગવે છે. પરંતુ અંધકારપૂર્ણ નરકમાં અનેકવિધ વેદનાઓ તો એ એકલો જ સહન કરે છે. (એકત્વભાવના).”
“આ આત્મા બાંધવોથી, સહાયકોથી, વૈભવથી અને શરીરથી પણ અન્ય એટલે ભિન્ન છે; અને એનાં લક્ષણ એ સર્વથી વિલક્ષણ છે. જે બુદ્ધિમાન મનુષ્ય, ધન-પુત્ર-આદિનો વિનાશ થતાં, આત્માને શરીર વગેરેથી ભિન્ન માને છે તેને કદાપિ વિષાદ થતો નથી. (અન્યત્વ ભાવના).”
“જે કાયા શુક્ર, મજ્જા, અસ્થિ, મેદ, માંસ અને રસ-ને ઉત્પન્ન કરનારી ધાતુઓનું સ્થળ છે તે કાયાની શુચિતા ક્યાંથી હોઈ શકે ? નવા નવ દ્વારથકી અત્યંત બીભત્સ મળને સૂવનારી કાયાને વિષે શુચિપણાનો સંકલ્પ કરવો એ મહામોહનો વિલાસ છે. અહો ! શાળા વગેરે ધાન્યોનો જે ગંધ અતિ પ્રસરીને દૂર રહેલા જનોને પણ અત્યંત મુગ્ધ કરી નાખે છે-તે જ ગંધ ઔદારિક શરીરના સંસર્ગથી વિનાશ પામીને લોકોની નાસિકાને બંધ કરાવે છે. વારંવાર સ્નાન કરાવતાં છતાં પણ કાયા તો મળને જ સંવનારી છે; અંગારા-કોયલા-ને ગમે એટલી વાર ધોયા કરતા છતાં પણ કાળાશ ત્યજતા નથી. (અશુચિભાવના).”
“કર્મને થોકબંધ સવે તે આસવ. એના સત્તર ભેદ છે; પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ-એ પાંચ; કર્ણ, ચક્ષ, ઘાણ, જીવ્યા તથા ત્વચા-એ પાંચ (ઈન્દ્રિયો); ક્રોધ, માન, માયા અને લોભ-એ ચાર (કષાયો); અને મનોદંડ, વચોદંડ તથા કાયાદંડ. આવા ધૂર્ત આસવોને
૧. (૧) અનિષ્ટ ચિંતવન કરીને, (૨) અનિષ્ટ વચન બોલીને, (૩) અનિષ્ટ કાર્ય કરીને આત્માને દંડવો-કલુષિત કરવો-એ અનુક્રમે મનદંડ, વચનદંડ, કાયદંડ કહેવાય છે.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો)
૨૦૫