Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 213
________________ રાત્રિએ છે તે પ્રભાતે નથી-આમ વસ્તુમાત્રમાં અનિત્યતા છે. આ સંપત્તિ પણ વિધુતની પેઠે ચંચળ છે. પ્રેમ પણ કમળપત્ર પર રહેલા જળબિંદુની જેમ નશ્વર છે. સર્વ ભોગવિલાસ નિશ્ચયે સંધ્યાના રંગ જેવા ક્ષણભંગુર છે. સર્વે વિષયો પણ ગિરિનદીના પૂર જેવા અસ્થિર છે. પુત્ર-મિત્ર-કલત્રા આદિનો યોગ જળતરંગ જેવો ચપળ છે. દેહસ્વરૂપ શરદકાળના મેઘ જેવું ક્ષણસ્થાયિ છે. યોવન અરણ્યના હસ્તિના કર્ણસમાન અસ્થિર છે અને આ જીવિત પણ સ્ત્રીઓના કટાક્ષક્ષેપ સમાન તરલ છે. માટે બુદ્ધિમાન મનુષ્ય બંધનના એક હેતુભૂત-એવા મમત્વની ઉપશાંતિ માટે ચિત્તને વિષે સર્વ વસ્તુની અસ્થિરતા ચિંતવવી. (અનિત્ય ભાવના).” “દેવો અને દાનવો પણ મૃત્યુને આધીન છે, ત્યારે પછી ભવાતંરમાં જતા આ જીવને કોનું શરણ છે ? પ્રાણીને એનાં કર્મ યમની હજૂરમાં લઈ જાય છે તે વખતે માતા-પિતા-ભગિની-સહોદર-સુત-બંધુ-પરિજન-મિત્ર કે કલત્ર કોઈ એનું રક્ષણ કરતું નથી. આયુષ્ય ક્ષીણ થવા આવે છે ત્યારે મંત્ર-તંત્ર-મણિ-ઔષધિ આદિ કંઈ કરી શકતા નથી. માનતા, ગ્રહપૂજન કે રક્ષાવિદ્યાનથી પણ રક્ષણ થતું નથી. આમ આ સકળ લોકમાં કોઈ રક્ષણ કરનારું નથી. ફક્ત જિનેશ્વરોએ પ્રરૂપેલ ધર્મ જ એક રક્ષક-શરણરૂપ છે (અશરણ ભાવના).” રાજાને રંકનો અવતાર આવે છે, દ્વિજનો નીચ જાતિમાં જન્મ થાય છે, સુખી હોય છે તે પુનઃ દુ:ખી જન્મે છે, ભાગ્યવાન દુર્ભાગી અવતરે છે, રૂપવાન રૂપ હીન જન્મે છે, સ્વામીને સેવક થવું પડે છે, ધનવાનને દરિદ્રીનો અવતાર આવે છે, સાધુપુરુષનો પુનર્જન્મ દુષ્ટ જાતિમાં થાય છે અને દેવતાને કૃમિનો અવતાર પણ લેવો પડે છે. આમ સંસારી જીવા પોતાના કર્મોને લીધે સંસારને વિષે ભ્રમણ કર્યા કરે છે. “કુવાદિની જેમ જ્યાં ત્યાં ભમ્યા કરતા એવા આ જીવને કઈ જાતિમાં નથી અવતરવું પડ્યું? કેશના અગ્રભાગ જેટલું આકાશ પણ એવું નથી, કે જ્યાં આ જીવનના જન્મ મરણ ન થયા હોય ! (સંસાર ભાવના).” ૧. નીચ માણસ. ૨૦૪ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)

Loading...

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250