Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
લીધે, અહો ! મોહવિહવળ પ્રાણીઓ પાપના પુંજ ઉપાર્જન કરે છે. (આશ્રવ ભાવના).”
સર્વ આસવોના દ્વારનો વિરોધ કરવો-એનું નામ સંવર. એના પણ એટલા જ ભેદ છે; કારણકે જેટલા વ્યાધિ એટલા ઔષધ હોય. દયા, સત્યવચન, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, ચારે કષાયોનો નિરોધ, પાંચે ઈન્દ્રિયોનો નિરોધ, અને ત્રણેય દંડનો નિરોધ-આમ સત્તર સંવર છે. અમોઘસર જેવા સંવરવડે બુદ્ધિમાન મનુષ્ય દુષ્કર્મ રૂપી શત્રુનો ઘાત કરીને જયપતાકા મેળવી શકે છે. (સંવરભાવના).”
બે હાથ કટિ પર રાખી, ચરણ પ્રસારીને મનુષ્ય ઊભો રહેલો. હોય-એમ આ લોક રહેલ છે. એ અધોભાગમાં વેત્રાસનના આકારે, મધ્યે સ્થાળના આકાર અને ઉદ્ધર્વભાગમાં મુરજના આકારે છે; અને ચતુર્દશરજુપ્રમાણ છે. ઘનોદધિ-ઘનવાત-તનુવાત અને આકાશમાં રહેલી સાત રત્નપ્રભા પ્રમુખ અકેક રજુ પ્રમાણ નરક પૃથ્વીઓ છે-એમાં દુઃખપૂર્ણ અંધકારમય, પાપી લોકોના આવાસ હોય નહીં એવા નરકાવાસ છે. એ સાતેનાં અનુક્રમે એક, ત્રણ, સાત, દશ, સત્તર, બાવીશ અને તેત્રીશસાગરોપમ આયુષ્ય છે. નીચે અને ઉપર સહસ્ત્રયોજન મૂકી દઈને, શેષ પ્રથમ પૃથ્વીમાં ભવનપતિદેવતાઓના આવાસ છે. એ દેવો ભિન્ન ભિન્ન અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, વિદ્યુતકુમાર, અગ્નિકુમાર, વાયુકુમાર, મેઘકુમાર, દ્વીપકુમાર, સમુદ્રકુમાર અને દિકકુમાર-એ નામોથી ઓળખાય છે. ઉપરના યોજનસહસ્ત્રના મધ્યથકી, ઉપર અને નીચે, એકસો યોજન મૂકીને, મધ્યમાં વ્યંતરદેવોના આવાસ છે. એમના પિશાચ, રાક્ષસ, યક્ષ, કિંપુરુષ, મહોરગ, ગંધર્વ, કિન્નર અને ભૂત-એવા આઠ ભેદ છે.”
“એક રજુપ્રમાણ તિર્યલોક છે એમાં અઢી ઉદ્ધાર સાગરોપમના જેટલા સમય થાય તેટલા-અર્થાત્ અસંખ્ય-દ્વીપો અને સમુદ્રો છે. એ દ્વીપસમુદ્રોમાં પહેલો જંબુદ્વીપ લક્ષયોજનનો છે. બાકીના દ્વીપસમુદ્રો એનાથી ઉત્તરોત્તર બમણા બમણા છે. અઢી દ્વીપ અને એમની વચ્ચે આવેલા બે સમુદ્રો-એટલો ભાગ મનુષ્યક્ષેત્ર છે અને એજ મનુષ્યના જન્મમરણનું ૨૦૬
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)