Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
ધર્મોખંભ-દાતાએ શા માટે એ ન ઉપાર્જન કરવું?
“દાનનો ચોથો પ્રકાર દયાદાન છે. અંધ-પંગુ-વૃદ્ધ-દીન-વ્યાધિગ્રસ્તબંદિવાન અને અત્યંત દરિદ્ર જીવો ઉપર અનુકંપા કરવી કહી છે. એવાઓને, દયા લાવીને, પાત્રાપાત્રની અપેક્ષા રહિતદાન દેવું એનું નામ દયાદાન દેનારનો અભિપ્રાય શુદ્ધ હોવાને લીધે એ દાન પણ સારું છે. કારણકે ધર્મની સર્વ બાબતોમાં અભિપ્રાય કે મન જ પ્રમાણ છે.”
- હવે ધર્મના બીજા પ્રકાર-શીલ-વિષે, સર્વ સાવધયોગથી વિરતિવિરામ પામવો એ શીલનું લક્ષણ છે. એ વિરતિ બે પ્રકારે છે; દેશવિરતિ અને સર્વવિરતિ. એમાં અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રત વાળી (પહેલી) દેશવિરતિ. મન વચન અને કાયાએ કરીને જીવ વધ કરવો નહિ, કરાવવો નહિ તેમજ કરાવાની અનુમતિ આપવી નહીં-એ અહિંસાવ્રત. આ વ્રતમાં સાધુ એષણા સમિતિ વડે શુદ્ધ-એવો આહાર ગ્રહણ કરે. અનવદ્ય, હિતકારક, પ્રિય અને સત્ય વાણી ઉચ્ચારવી એ બીજું મૃષાવાદવિરતિ-વ્રત. ઉત્તમ સાધુ આ વ્રતમાં ભય-લોભ-ક્રોધ અને હાસ્યનાં પ્રત્યાખ્યાન વડે નિરંતર વિચાર કરીને ઉચ્ચાર કરે. પારકી વસ્તુ વગર દીધી લેવી નહીં એનું નામ અદત્તાદાનવિરતિ-વ્રત. આ વ્રતમાં મુનિએ વસતિ વગેરે માટે ચિંતવન કરીને પુનઃ પુનઃ અનુજ્ઞા માગવી, વળી એ અનુજ્ઞા મર્યાદિત છે કે નહીં એ જોવું, પોતાની અગાઉ આવી રહેલા સાધર્મિક (સાધુઓ) ની અનુજ્ઞા માગવી, અને જાપાન આદિ માટે ગુરુની અનુજ્ઞા માગવી. વૈક્રિય (દિવ્ય) કે ઔદારિક (ગર્ભજ) શરીરે પણ વિષયસેવન કરવું નહીં-આવું જે વ્રત-તે બ્રહ્મચર્ય વ્રત કહેવાય છે. બંને પ્રકારનું વિષયસેવન મન, વચન કે કાયાએ કરવું નહીં, કરાવવું નહીં, તેમ એની અનુમતિ પણ આપવી નહીં-આમ અઢાર પ્રકારનું આ. વ્રત છે. મુનિએ આ વ્રતમાં પંઢ-સ્ત્રી કે પશુવાળું ઘર પણ ત્યજવું, સ્ત્રીનું આસન ત્યજવું, સ્ત્રીપુરુષ, સૂતાં-બેસતા હોય એવા ઘરની દીવાલની ઓથે
૧. પચ્ચખાણ કરવાં-દૂર કરવું. ૨. રહેવા વિચરવાના સ્થાન આદિ માટે મુનિએ ઈન્દ્રની, ચક્રવર્તીની, રાજાની, ગૃહસ્થની અને ગુરુની અનુજ્ઞા માગવી એમ શાસ્ત્ર કહે છે. એવી અનુજ્ઞા “અવગ્રહ” કહેવાય છે.
૨૦૨
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)