Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
સજ્જનોને વચન બંધનરૂપ છે. પછી ત્રણ રાણીઓ તો ચોથીને હસવા લાગી કે-અલિ ! તેં શું આપ્યું ? ન મળ્યો રૂપીઓ કે ન મળ્યો એક પૈસો ! ઈચ્છાપૂર્વક મૂખ પાસે શબ્દ કટાવ્યા કે તલ્લણ વચન મળી ગયું. પોતાને ન કાંઈ આપવું પડ્યું કે ન કાંઈ છોડી દેવું પડ્યું ! પોતે પોતાના મનથી કહે છે કે મેં ભાર ઉપાડ્યો છે–એમ. એ સાંભળી પહેલી કહેવા લાગી–તમે સર્વે ભેળી થઈને વગર વિચાર્યું કેમ મારો ઉપહાસ કરો છો ? તમે ત્રણ છો અને હું એકલી છું. તમને જીતી શકીશ નહીં; કેમકે એક જ જણની સત્ય વાત ઝાઝાની અસત્ય વાતથી મારી જાય છે. પરંતુ હે બહેનો ! આ તસ્કરને જ પૂછો; એનાથી જ શીધ્ર નિર્ણય થશે; શા માટે આપણે ખાલી વિવાદ કરવો ? સર્વ માણસો પોતે જ કર્યું હોય એ જ સરસ માને છે. માટે આપણે એ પારકા પાસે કહેવરાવીએ.
એ પરથી ત્રણે રાણીઓએ તસ્કરને બોલાવીને પૂછ્યું કે-હે ભદ્ર! અમે તને બહુ આપ્યું કે આ અમારી બહેને ? તસ્કરે ઊંડો વિચાર કરીને ઉત્તર આપ્યો “હે માતાઓ ! મને તમે સર્વેએ બહુ આપ્યું છે; પણ આ એકે સવિશેષ આપ્યું છે. કારણકે જેના પ્રાણ મૃત્યુના મુખમાં છે એવાને સુવર્ણનો પર્વત અથવા તો સમસ્ત રાજ્ય ભલે આપો; પરંતુ એ ધણીને તો. પોતે મૃત્યુથી ઉગરે અને પ્રાણ બચે એટલું જ જોઈએ છીએ. મારે માથે તો મૃત્યુનો ભય ઝઝુમી રહ્યો હતો એટલે ત્રણ દિવસ મને તો તમારું સ્વાદિષ્ટ ભોજન પણ વિષ જેવું લાગ્યું હતું, તમે પૂરાં પાડેલા રૂપ-રસ-ગંધ અને સ્પર્શનાં સુખો મને તો લેશ પણ નિવૃત્તિનાં કારણ થયાં નહોતા. હું તો આ મારી એક માતાના પ્રસાદથી દુ:ખનો સાગર ઉલ્લંઘી ગયો છું; માટે સત્યમેવ હું જાણે આજે જ જભ્યો છું ! વળી આજે જ હું, સકલ જીવલોક જીવતું છે એમ ગણું છું; કારણકે આપણું મરણ થયા પછી જગત નિશ્ચય ડૂબી જાય છે. મને તો આજ જીવિતદાન મળ્યું એથી જાણે પૃથ્વીનું એકછત્ર રાજ્ય અને સકળ સંપત્તિ પ્રાપ્ત થઈ છે !”
(‘અભયદાન' ઉપર તસ્કરનું આ દષ્ટાંત આપીને વીરપ્રભુ આગળ ચલાવે છે કે, “આ પ્રમાણે, હે પ્રાણીઓ ! પ્રત્યેક બુદ્ધિમાન મનુષ્ય સર્વને ઈષ્ટ અને સર્વનું હિત કરનારું એવું જે અભયદાન-એને માટે રાત્રિ
૨૦૦
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)