Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
સમસ્ત લક્ષ્મી કૃતપુણ્ય પોતાને ઘેર લઈ ગયો. ખરેખર વૃદ્ધાને તો “કાળું મુખ ને કથીરના દાંત” થયા !
ઘેર જઈને વિશેષજ્ઞ એવા કૃતપુણ્ય, ગુણને વિષે પોતાના પક્ષપાતીપણાને લીધે, જયશ્રીને પરમહર્ષ સહિત કુટુંબની સ્વામિનીને પદે સ્થાપી. એટલે શેષ છએ સ્ત્રીઓ નિરંતર એની આજ્ઞામાં રહેવા લાગી; વિનયવતી સાધ્વીઓ મહત્તરા સાથ્વીની આજ્ઞામાં રહે એમ. સાત સાત સ્ત્રીઓથી સેવાતો કૃતપુણ્ય પણ, આહારની સંશુદ્ધ એષણાથી મુનિ શોભે એમ શોભવા લાગ્યો. જયશ્રીની કુક્ષિએ ઉત્પન્ન થયેલ એક પુત્ર અને બીજા પણ અન્ય સ્ત્રીઓના પુત્રોથી પરિવરેલો એ, ફળોની લુંબ ને લુંબથી લચી રહેલા આમ્રવૃક્ષની શોભાને ધારણ કરવા લાગ્યો. અનુક્રમે ધર્મ, અર્થ અને કામ-એ ત્રણે પુરુષાર્થ સાધતાં, સુખમાં દિવસ નિર્ગમન કરતો કૃતપુણ્ય પરમ ખ્યાતિ પામ્યો.
એવામાં એકદા ત્રિભુવનના આનંદરૂપી કંદને મેઘની જેમ પોષનારા; અનેક વિધ દુષ્કર્મોરૂપી અંધકારનો ચંદ્રમાની પેઠે નાશ કરનારા; જન્મ, મરણ અને દુર્ગતિના દુઃખરૂપ કાષ્ટોને અગ્નિની જેમ ભસ્મીભૂત કરનારા; નાના પ્રકારના અને સમસ્ત કલ્યાણરૂપી વૃક્ષલતાઓને મેઘની જેમ નવપલ્લવ કરનારા શ્રીમાન મહાવીર ભગવાન, નાના મોટા ગ્રામ, નગર આદિથી વ્યાપ્ત એવી ધરણી પર, ભવ્ય પ્રાણીઓને બોધ આપવાની ઈચ્છાને લીધે, નિશદિન સતત વિહાર કરતા કરતા આ જ રાજગૃહ નગરીના નિકટમાં આવેલા પ્રસિદ્ધ “ગુણશૈલ' ચૈત્યને વિષે આવી સમવસર્યા. ભગવાન સમસ્ત પ્રજાજનોને આશ્ચર્યમાં લીન કરતા એવા અષ્ટ પ્રાતિહાર્યોથી વિરાજી રહ્યા હતા. કોટિબંધ દેવતાઓ એમના ચરણકમળ સેવી રહ્યા હતા; અને ગૌતમગણધર આદિ સાધુઓનો પરિવાર એમની શુશ્રુષા કરી રહ્યો હતો.
૧. સ્નેહ-પ્રેમ. ૨. (પોતાના કરતાં) મોટી. ૩. એષણા=ઈચ્છા, સાત એષણા કહેવાય છે; સંસૃષ્ટ, અસંસૃષ્ટ, ઉદ્ધત, અલ્પલપિત, ઉગ્રહિત, પ્રગ્રહિત, અને ઉન્કિતધર્મા. ૪. શવૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, રામર, માન, મામંડન, દુમિ અને છત્ર -એ આઠ. નિત્ય સેવામાં હાજર-માટે એ પ્રભુના પ્રાતિહાર્યો કહેવાય છે.
૧૦
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)