Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
સ્ત્રીપુત્રાદિ પરિવાર સહિત સમવસરણને વિષે આવી પ્રભુને વંદન કરીને બેઠો; અથવા તો કૃતપુણ્ય જનોને જ જિનેશ્વર સદેશ તીર્થનો લાભ મળે છે. પ્રભુએ પણ એટલામાં પોતાની પાંત્રીશ ગુણયુક્ત વાણી વડે, પથ્થઅને કલ્યાણકર ધર્મદેશનાનો આરંભ ક્યો.
પ્રાણી અનંતકાળ સુધી અવ્યવહારિક રાશિમાં સ્થિત રહીને પછી કોઈ વખતે વ્યવહારિક રાશિને વિષે આવે છે. ત્યાં પણ અનંત ઉત્સર્પિણી અવસર્પિણી પર્યન્ત અનંતકાયને વિષે રહે છે. ત્યાંથી વળી ચ્યવીને પુનઃ અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુને વિષે પૃથક પૃથક રહે છે. ત્યાંથી ઉદ્ધાર પામીને, બેઈન્દ્રિયાદિ બસને વિષે બે. હજારથી અધિક સાગરોપમ સુધી રહે છે; અને વ્યવહારિક રાશિને મૂકીને અન્યત્ર પુનઃ પુનઃ ઘાંચીની ઘાણીના બળદની જેમ જા આવ કરે છે. આમ નીચ યોનિઓને વિષે ભ્રમણ કરતાં કરતાં જીવ દશ દષ્ટાંતે દુર્લભએવો મનુષ્યભવ કદાચ પ્રાપ્ત કરે છે. એમાં પણ, આર્યદેશ-ઉત્તમજાતિઉચ્ચકુળ-સાધુપુરુષોનો સમાગમ-જિનધર્મશ્રવણ-ધર્મશ્રદ્ધા-આરોગ્ય-સમસ્ત ઈન્દ્રિયોનું સૌષ્ઠવ અને પ્રવજ્યા-ઈત્યાદિ સર્વ વાનાં ઉત્તરોત્તર દુપ્રાપ્ય છે. માટે જેમને આવી સામગ્રી મળી હોય એમણે પ્રમાદ કરવો નહીં; પણ કર્મનો નાશ કરનારા અને સુખને આપનારા એવા ધર્મને વિષે સતતા ઉઘુક્ત રહેવું.
ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે. વ્યાધિનું મહા ઔષધ છે, કર્મરૂપી સર્પનો. મહામંત્ર છે, અને દુઃખોનો દાવાનળ છે. વળી, ધર્મ સમસ્ત કલ્યાણરૂપી લતાને પોષનારો મેઘ છે; સંસારસાગર તરી જવાનું પ્રવહણ છે. ધર્મ માતા છે, પિતા છે, સુવત્સલ બંધુ છે, અને દુઃખમાંથી ઉદ્ધાર કરનાર નિષ્પયોજન મિત્ર છે. રૂપ-ઉત્તમકુળ-ઉચ્ચ જાતિ-અક્ષત ઈન્દ્રિયો અને નીરોગી કાયાએ સર્વ ધર્મથી જ પ્રાપ્ત થાય છે. આજ્ઞાયુક્ત રાજ્ય, વાસુદેવની સંપત્તિ અને એકચ્છત્ર ચક્રવર્તીપણું પણ ધર્મને લીધે જ મળે છે. રમ્ય પદવી, ઈન્દ્રનો અધિકાર, નવચૈવેયક અને પાંચ અનુત્તર વિમાનને વિષે વાસએ સર્વ પણ ધર્મથી જ સુપ્રાપ્ય છે. ગણધરની પદવી પણ ધર્મથી જ, તીર્થકરપદ સુદ્ધાં ધર્મને લીધે જ, અને અનંતસુખનું એક જ ધામ-એવી
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો)
૧૫