Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
હવે પોતાની મૂળ પરિણીત પત્ની જયશ્રી, બીજી રાજપુત્રી મનોરમા અને ત્રીજી દેવદત્તા ગણિકા-એ ત્રણે સ્ત્રીઓની સંગાથે રહેતો કૃતપુણ્ય, જાણે ત્રિભુવનની સાક્ષાત્ ત્રણ લક્ષ્મી સંગાથે વસતો હોય નહીં એમ શોભવા લાગ્યો. અનુક્રમે એકદા એને વિચાર થયો કે-જયશ્રી મારી પહેલી સ્ત્રી છે; સમસ્ત ગુણયુક્ત છે; મારા માતપિતાએ સોંપેલી છે; અને વળી પુત્રવતી છે; માટે એને કુટુંબની સ્વામિનીને પદે સ્થાપવી. કારણકે ગુણને ઉચિત સત્કાર કરવો કહ્યો છે. બીજી શ્રેણિક રાજાની પુત્રી મનોરમા સૌંદર્યશાળી-રૂપવતી છે, એનાથી મારી ખ્યાતિ છે; માટે એનું પણ વિશેષ માન રાખવું. ત્રીજી દેવદત્તા જો કે અકુલીન છે તો પણ કામવિલાસમાં પ્રવીણ હોઈ. શરીરસંબંધી સુખ પૂરાં પાડે છે; માટે એનો પણ મારે સત્કાર કરવો જોઈએ; અશુચિના સ્થાનમાં ઉત્પન્ન થયેલી કેતકીને પણ મસ્તક પર ધારણ કરવામાં આવે છે એમ. આ ત્રણ ઉપરાંત પેલી ચાર શ્રેષ્ઠિનીની પુત્રવધુઓ પણ નિશ્ચયે મારે વિષે અનુરક્ત અને ભક્તિમતી છે; અન્યથા એવાં ઉત્તમ રત્નો મોદકને વિષે નાખત નહીં. માટે રૂપમાં સુરાંગનાઓને પણ પાણી ભરાવે એવી એ ચારેને હસ્તગત કરું. એમને હસ્તગત કરવાથી, એમની લક્ષ્મી પણ સાથે વહી આવશે; કારણકે રાજા પૃથ્વી વશ કરે છે ત્યારે સમસ્ત કોષ-દ્રવ્યભંડાર પણ એની સાથે જ આવે છે. પણ ત્યારે મારાથી જ ઉત્પન્ન થયેલ પેલા કુળધ્વજ પુત્રો છે એમને વૃથા શા માટે છોડી દેવા ? કેમકે પુત્રસંપત્તિ દુર્લભ છે. પત્નીઓ ઘેર આવશે એમની સંગાથે સાથે લાગેલા એઓ પણ આવશે જ. વૃક્ષની લતાઓ લાવીએ તો એમની ઉપરના ફળ પણ સાથે જ આવે છે ને ?
આમ પોતે ભોગવીને સંતતિ સુદ્ધાં ઉત્પન્ન કરેલ એવી એ ચારે શ્રેષ્ઠિનીની વધુઓને હસ્તગત કરવાનો વિચાર કરતો કૃતપુણ્ય એ વિચારને શીઘ્ર અમલમાં મુકવા માટે જઈને બુદ્ધિના ભંડારએવા અભયકુમારને મળ્યો. મળીને એને સર્વ સ્વરૂપ સમજાવી કહ્યું કે-એ શ્રેષ્ઠિનીનું ઘર હું બહારથી ઓળખી શકું નહીં માટે તમે એને મેળવી આપો.
જેમ આ કૃતપુણ્યે પોતાના કાર્યની સિદ્ધિનો ઉપાય પૂછ્યો એમ અનેકાનેક લોકો જેની પાસે નિરંતર પૂછવા આવ્યા કરતા હતા એવા અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)
૧૮૬