Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
જ મુખને વિષે અન્નનો કણ મૂકીશ; તે વિના નહીં. પુત્રીનો આવો આકરો હઠ જોઈ વૃદ્ધા તો વિષાદ પામી અને તે જ વખતે દાસીઓને તમારી શોધમાં મોકલાવી. પણ બહુ બહુ શોધ કર્યા છતાં તમારો ક્યાંય પત્તો મળ્યો નહીં. રત્ન ગુમાવી બેઠા હોઈએ એ પણ ક્યાં એમને એમ હસ્તગત થાય છે ? શોધવા ગયેલી દાસીઓએ આવી સર્વ વૃત્તાંત કહ્યો છતાં એણે ભોજનનો સ્વીકાર ન જ કર્યો. એમ થવાથી અમે સર્વ પરિચારિકાઓ પણ બહુ નિરાશ થઈ.
એવામાં દૈવયોગે કોઈ નિમિત્તજ્ઞ આવી ચઢ્યો એણે પોતાની તરફથી કંઈક શીખામણ દેવદત્તાને આપવાની વાત કરી. પણ એ વખતે દેવદત્તા. પોતે કેવા દુ:ખમાં હતી એની એ બિચારાને શી ખબર ? દેવદત્તાએ તો એને કહ્યું કે-હે ભદ્ર ! આ જન્મમાં તો આ કાયા કેવળ કૃતપુણ્યને અર્થે છે; એ નર નહીં મળે તો પછી વૈશ્વાનર તો છે જ. એ સાંભળી નિમિત્તશે કહ્યું- હે ભદ્રે ! તું જેનું, એક ઉત્તમ મંત્રની જેમ, ધ્યાન કરી રહી છે એ કૃતપુણ્ય કોઈ સ્થળે ક્ષેમકુશળ છે. નિમિત્તજ્ઞનાં આ શબ્દો સાંભળ્યા પછી તો તમારી સંગાથે ભોગવેલાં સુખોનું સ્મરણ થઈ આવવાથી, એણે વર્ણવ્યું ન જાય એવું રૂદન કર્યું; કારણકે એનો, તમારે માટે કોઈ લોકોત્તર પ્રેમ છે. પછી વૃદ્ધાએ પણ જ્યારે જાણ્યું કે નિમિત્તજ્ઞ સર્વ જાણે છે ત્યારે એને પૂછ્યું કે-ભાઈ ! આ મારી પુત્રીનો કૃતપુણ્ય સાથે ક્યારે મેળાપ થશે ? તમારું જ્યોતિષ જોઈને કહો. એટલે એ નિમિત્તણે લગ્નસામર્થ્ય અને નાડીસંચાર આદિ જાણી લઈને, સાંભળવા માટે સાવધાન-એકચિત્ત થઈ રહેલા પરિવારને સંભળાવ્યું કે-તમારી દેવદત્તાને એના પ્રિય કૃતપુણ્ય સાથે નિશ્ચયે આજથી બાર વર્ષે મેળાપ થશે. જો ન થાય તો આ પુસ્તક હું મૂકી દઉં. એ સાંભળીને, હે શ્રેષ્ઠિ ! દેવદત્તાને કંઈક આશ્વાસન મળ્યું. પણ એની વૃદ્ધા માતાને તો એણે કહ્યું-આ નિમિત્તશે બહુ સુંદર ઉત્તર આપ્યો છે ! કારણકે એટલા વર્ષની કોને ખબર છે ? એટલા વખત સુધી કોણ વિદ્યમાન હશે અને કોણ નહીં હોય ? એટલે વૃદ્ધાએ
૧. અગ્નિ. મતલબ કે કૃતપુણ્ય નહીં મળે તો મારે અગ્નિનું શરણ છે. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો)
૧૮૩