Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
આ પ્રમાણે અગ્નિ શમી જવાથી અંગોપાંગને વિષે હર્ષ સમાતો નહોતો એવા પ્રધાન ભૂપાળે વળી અભયકુમારને, છૂટો કરવાનું માગવા સિવાયનું, એક ત્રીજું વચન પણ દીધું. કહેવત છે કે બાદશાહની બીબી સદા જણ્યા જ કરે છે. પણ આ ત્રીજી વારનું “વર' સુદ્ધાં, અભયકુમારે અત્યારે એ માગવાનો અવસર નથી.' એમ વિચારી “અવસરે માંગી લઈશ' કહી એની પાસે રહેવા દીધું. કહ્યું છે કે રસોઈ ગમે એવી ઉત્તમ હોય પણ લવણ ન હોય તો નકામી છે.
અનેક ઉત્તમ ગુણોને લીધે સર્વનગરીઓને વિષે શ્રેષ્ઠપદ ધારણ કરતી-એવી આ ઉજ્જયિનીમાં કેટલોક કાળ પ્રજાજનોએ આનંદમાં નિર્ગમન કર્યો, પરંતુ એવામાં એકદા એક ખેદકારક ઘટના બની-સાકર ખતાં અંદર કાચની કણી આવ્યા જેવું થયું. લોકો અકસ્માત કોઈ અસાધારણ દુષ્ટ ઉદ્રદવથી પીડા પામવા લાગ્યા. વારંવાર બનતું હતું એમ આ વખતે પણ પ્રધોતરાજાએ અશુભ ઉપદ્રવને શીધ્રપણે શમાવી દેવાનો ઉપાય અભયકુમારને પૂછળ્યો. કારણકે હેમંતઋતુને વિષે રાત્રિ સમયે હિમ પડે ત્યારે સહસ્ત્ર કિરણવાળા સૂર્યનું જ સ્મરણ કરવું પડે છે. અભયકુમારે પણ એ ઉપદ્રવ દૂર કરવાનો ઉપાય બતાવ્યો કે “હે રાજન ! ગંગાપ્રમુખ સર્વ નદીઓ જેમ સમુદ્રને વિષે એકત્ર થાય છે તેમ આપના અંતઃપુરની સર્વ સ્ત્રીઓ, શ્રેષ્ઠ વસ્ત્રાલંકારમાં સજ્જ થઈને, આપના આવાસમાં એકત્ર થાય એવો પ્રબંધ કરો. ત્યાં એ સર્વ દેવીઓને વિષે કોણ આપને દષ્ટિયુદ્ધમાં જીતી જાય છે એ મને કહેજો. એટલે પછી હું આપને આ અશુભા ઉપદ્રવને એકદમ શમાવી દેવાનો ઉપાય બતાવીશ.”
બુદ્ધિસાગર-અભયકુમારની સૂચના પ્રમાણે પ્રદ્યોતચંદ્ર કરી જોયું એમાં અન્ય સર્વ રાણીઓનો પરાજય થયો, અને શિવાદેવી રાણી રાજાને જીતી ગઈ. કારણકે પુરુષજાતિનો અંશ-ગુણ પણ કોઈ કોઈ સ્ત્રીઓને વિષે હોય. છે. રાજાએ એ વાત અભયકુમારને કહી એટલે અભૂત-લોકોત્તર બુદ્ધિસામાÁ વાળા રાજપુત્રે કહ્યું “શિવાદેવી પાસે આજ રાત્રિએ ભૂતપૂજા કરાવો. એનામાં ધૈર્ય છે એ પૂરવાર થયું છે માટે એ, એ કામ, કરી શકશે. એમ કરતાં, હે ભૂપતિ ! આ ઉપદ્રવરૂપી ભૂત ઊભાં થતાં જશે
૧૪૨
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)