Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
પંચત્વ પામ્યા; તે જાણે કે પુત્રનો એવા પ્રકારનો અન્યાય સાંખી રહેવાને અશક્ત હોવાથી જ હોય નહીં ! ત્યાર પછી ત્રણે જગતમાં પ્રખ્યાતિ પામેલા કુલીજનોમાં શિરોમણિ અને પતિભક્તિને વિષે તત્પર એવી એની સ્ત્રી પણ એના વૈભવવિલાસ માટે દ્રવ્ય મોકલવા લાગી. પણ પેઢીનું લેણું જેની જેની પાસે હતું તે તેની તેની પાસે ચોંટી રહ્યું, નવી આવક બંધ થઈ અને ભાઈ સાહેબનો ખર્ચ તો હતો જ એને લીધે, દીપકના તેલની જેમ એનો વૈભવ ક્ષીણ થવા લાગ્યો. કેમકે બિંબિંદુમાત્ર ઘટતો જતો સમુદ્ર પણ, નવી આવક ન હોય તો ક્ષીણ થઈ જાય છે. આવી સ્થિતિ થઈ પડી તો પણ વેશ્યાએ એની પાસે દ્રવ્ય માગવું બંધ કર્યું નહીં. કારણકે યાચના કરવામાં એવા લોકોની જીવ્યા હળવીફુલ હોય છે. અથવા તો આપી આપીને ગજવું ખાલી કર્યું હોય તો પણ યજમાનને બ્રાહ્મણો હેરાન કર્યા કરે છે તેવી રીતે સર્વસ્વ આપી દીધાં છતાં પણ વેશ્યા માગી માગીને કદર્થના પમાડ્યા જ કરે છે.
છેક છેલ્લી વખતે જયશ્રીએ પોતાના આભરણો, અને સાથે પુણી અને તરાક વેશ્યાને ત્યાં મોકલાવ્યા. તે પરથી કુટ્ટિનીને નિશ્ચય થયો કેહવે અમાવાસ્યાના ચંદ્રમાની પેઠે એ કૃતપુણ્યની લક્ષ્મી ક્ષીણ થઈ ગઈ છે. માટે રસ ચુસાઈ ગયા પછી કુચારૂપ રહેલી શેરડીના જેવો એ પ્રેમી હવે કોઈ કામનો નથી. કેમકે અમારે ત્યાં તો વૈભવવાળાનો જ સત્કાર થાય. છે. વળી જ્યાં સુધી આ કૃતપુણ્ય અહીં છે ત્યાંસુધી અન્ય લોકો પાસેથી દ્રવ્યપ્રાપ્તિ થવાની નથી; કકારાનુબંધિ પ્રત્યય લાગતાં જેમ ધાતુઓને ગુણ કે વૃદ્ધિ કંઈ થતું નથી–તેમ. માટે આનો, એક ભુજંગની પેઠે એકદમ બહિષ્કાર કરીને કોઈ કુબેર ભંડારી જેવા અન્ય દ્રવ્યવાનને લાવી રાખું.” એમ વિચારી એની રંક સ્થિતિ ભોગવતી સ્ત્રી પર દયા લાવી, પોતાના તરફથી સહસ્ત્ર સુવર્ણ મહોરો ઉમેરીને એના આભૂષણો એને પાછાં મોકલાવ્યાં. તે જાણે કડવી તુંબડીમાંથી મીઠું ફળ નીકળ્યું હોય નહીં એવું થયું ! પછી એકવાર તક સાધી, કુટ્ટિનીએ એને રાત્રિને વિષે ઊંઘતો.
૧. આ એક વ્યાકરણનો નિયમ છે.
૧૬o
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)