Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 184
________________ સ્થિતિ વિષે મનન કરવા માટે જ હોય નહીં એમ રોષથી ધગધગ થતો ઊભો રહ્યો. એ વખતે આશ્રમના સંબંધમાં હવે ઠીક થયું માની સંતુષ્ટ થતા, હોળીના ઘેરૈયાની જેમ કુદતા સર્વે તાપસો ત્યાં આવી એને ચોતરફથી ઉપાલંભ દેવા લાગ્યા; કારણકે ફક્ત એક જૈન મત સિવાય અન્ય કોઈ દર્શનમાં વિવેક બુદ્ધિ નથી. “હે મદોન્મત્ત માતંગ ! તું નિશ્ચયે માતંગ જ છે. કેમકે તેં તારા પર ઉપકાર કરનારાઓ પ્રત્યે ઘણો અપકાર કર્યો છે. હે પાપિષ્ઠ ! અમે તારું જન્મથી જ પુત્ર પેઠે લાલનપાલન કર્યું, અને નિરંતર અમારે હાથે જ ગ્રાસગ્રાસ આપી, સ્તનપાનના સુખથી વંચિત એવા તનુજની જેમ તને ઉછેર્યો, છતાં તેં કૃતઘ્ન થઈ અમારા આશ્રમનો ક્ષણવારમાં નાશ કર્યો ! માટે ધિક્કાર છે તને ! પણ, દૂધ પાઈને સાપ ઉછેર્યાનું અન્ય શું ફળ હોય ? તારાં કરતાં તો એક શ્વાન સહસ્ત્રગણો સારો, કે જે એક રોટલીનો ટુકડો નાખીએ તો પણ અત્યંત ઉપકાર માને છે. સજ્જનો તો રંક જાણીને દયા લાગી પોષે છે, પરંતુ એવા મહાદુષ્ટ પાપીઓ ઉલટા પોષણકર્તાને આપત્તિમાં લાવી મૂકે છે. શરણાર્થી જાણીને રક્ષણ કરે છે એવાનો જ, દુર્જનો પાછળથી ઘાત કરે છે. ક્ષુધાતુર ખળપુરુષો ભલા માણસને છળવાને માટે પોતે ધર્મિષ્ઠ હોવાનો દેખાવ કરે છે એટલે એ ભલા માણસો એમનો ભોજન વિગેરેથી સત્કાર કરે છે; પરંતુ પછી જ્યારે એમના ભોજનથી પોષાઈ પુષ્ટ બને છે ત્યારે પોતાને વિદ્વાન માની, કૃતજ્ઞની પેઠે એમની જ સાથે વિવાદ કરે છે. સેંકડો ઉપકાર કરવા છતાં પણ દુર્જનો હોય છે તે સંતોષાતા નથી; જળને બદલે દૂધ સીંચીએ તો પણ લીમડો ક્યાં કટુતા ત્યજે છે ? ખળપુરુષને આપણે યદ્યપિ રહેવાને માટે સ્થાન દઈએ તો એઓ તો એને તોડી પાડી નાખે છે; અને એમ કરીને સ્નેહને ઋક્ષ કરે છે ! શિર પર લઈને ફેરવીએ તો પણ દુરાચારી તે દુરાચારી જ રહેવાના; દુગ્ધપાન ૧. (૧) હસ્તિ; (૨) અસ્પૃશ્ય જાતિનો નીચ-ટેડ. ૨. સ્નેહ-તેલ; પ્રેમ. અક્ષરકલુષિત-મલિન; ચિકાશ રહિત. સ્નેહ-તેલ ચિકાશવાળું જ હોય એને ક્ષચિકાશ વગરનું કહેવું એ વિરોધ. શમાવતાં, સ્નેહ એટલે પ્રેમ ઋક્ષ એટલે કલુષિતા કરે છે–એમ સમજવું. (વિરોધાભાસ અલંકાર). અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો) ૧૭૫

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250