Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
વશ થઈ, પ્રલયકાળના મેઘની જેમ ગર્જના કરતો સેચનક એ-એના પિતા-ની સન્મુખ દોડ્યો. યૂથપતિ ગજરાજ પણ જોકે પ્રૌઢ થયો હતો તોય સામું યુદ્ધ કરવા ઉતર્યો; વિષના વિકાર રહિત એવો પણ ઉરગ-સર્પ પગ લાગ્યાથી ફણા માંડી ઊભો થાય છે એમ. આમ ક્રોધાયમાન થઈને પરસ્પર યુદ્ધ કરતા બંને જાણે સાક્ષાત્ પહેલા અને બીજા પ્રકારના મદ જ હોય નહીં એમ દેખાવા લાગ્યા ! વળી એમના દંતૂશળના સંઘટ્ટથી અગ્નિના કણ ઉત્પન્ન થવા લાગ્યા તે જાણે પૃથ્વીકાયની વર્ગણાના પરમાણુઓ હોય નહીં ! જ્યારે એઓ લડતા લડતા પરસ્પર શૂઢોને વાળી બંધનમાં લેતા ત્યારે તો નાગપાશ સમાન દેખાવ થઈ રહેતો ! કૃષ્ણ અને શ્વેત વર્ણના પિતાપુત્ર ઉછળી ઉછળીને યુદ્ધ કરતા ત્યારે જાણે અંજનગિરિ અને કૈલાસ પર્વત યુદ્ધ કરવા ઉતર્યા હોય નહીં એમ જણાતું ! એમાં અંતે યુથપતિ મરાયો તે જાણે પોતાના જ અપત્યોનો ઘાત કરવા રૂપ મહા પાતકનો કરનારો હતો. એટલા માટે જ હોય નહીં ! પછી તો સેચનક જ સર્વ યૂથનો અધિપતિ થયો અને હાથણીઓએ સુદ્ધાં પોતાનો પ્રેમ એને અર્પણ કર્યો. કહેવત છે કે જગતમાં સૌ ઉગતાને જ વાંદે છે.
હવે દુર્બુદ્ધિ સેચનકને વિચાર આવ્યો કે મારા જેવા શિશુનો, માત્ર તાપસાશ્રમના સામર્થ્યથી જ બચાવ થયો છે. મેં બચી જઈને મારા પિતાને જે દશાએ પહોંચાડ્યા છે તેજ દશાએ મારા પાલકો પણ મને હવે પહોંચાડશે. માટે આશ્રમનો નાસ કરી નાખીને મારું હિત સાદું કારણકે ‘પારકું ભાંગીને પણ પોતાનું રક્ષણ કરવું.' એમ કહ્યું છે. એમ વિચારી એણે તત્ક્ષણ જઈને આશ્રમનો નાશ કરી નાખ્યો; જેવી રીતે અનંતાનુબંધી ક્રોધ જન્મથી માંડીને કરેલા ધર્મનો વિનાશ કરે છે તેમ. સર્વ વૃક્ષાદિને મૂળથી જ એવી રીતે ઉખેડી નાખ્યા કે વાયુએ સાફ કરી મૂકેલા રેતીના કણની જેમ આશ્રમનું નામ નિશાન પણ રહ્યું નહીં. એટલે તાપસો તો એકદમ ચારે દિશામાં નાસી ગયા. બલવાન્ શત્રુ નજદીકમાં આવે ત્યારે ઊભું પણ
૧. આઠ પ્રકારના મદ કહ્યા છે તેમાં પહેલો જાતિમદ, બીજો કુળમદ. ૨. પિતા અને પુત્ર-એ બેમાંથી જે કૃષ્ણવર્ણનો છે અને અંજનગિરિ સાથે, અને શ્વેતવર્ણમાને કૈલાસ સાથે સરખાવ્યો છે.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો)
૧૭૩