Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
સમુદ્રનાં જળનું માપ નથી એમ એની લક્ષ્મીનું માપ નહોતું એની પાસે અનર્ગલ દ્રવ્ય હતું એને સંતતિમાં એકનો એક પુત્ર હતો. સ્વસંપત્તિઓ વિપુલપણે હોય છે પણ કોને ? એ પુત્રનો એણે, ચાર દિશાઓની ચાર અત્યુત્તર જંગમ સંપદા હોય નહીં એવી ચાર ઉત્તમ કુળવાન કન્યાઓ સાથે વિવાહ કર્યો હતો. આવું અઢળક ધન છતાં પણ એ શ્રેષ્ઠીપુત્રા એકદા સમુદ્ર ખેડીને પ્રવાસે ગયો. પણ એમાં દોષ તો એ તિરસ્કારપાત્રા જનવિડામ્બની તૃષ્ણાનો જ.
એ શ્રેષ્ઠીપુત્ર પુષ્કળ દ્રવ્ય ઉપાર્જન કરીને ઘર ભણી પાછો આવતો હતો એવામાં આકાશમાં ભાખંડ પક્ષીનું ઈંડુ ફૂટી જાય એમ, સમુદ્રમાં એનું વહાણ ભાંગ્યું અને પ્રાયઃ સર્વ પ્રવાસીઓ મહાસાગરમાં ડુબી ગયા; મહા આરંભના કાર્યો કરવામાં આસક્ત એવા પ્રાણી નારકીને વિષે ડુબે છે તેમ. પરંતુ ઘંટીમાંથી એકદા ધાન્યનો કણ વખતે આખો બહાર નીકળી જાય છે એમ એક કર્મકર એ જળસાગરમાંથી જીવતો બહાર નીકળ્યો. એણે સર્વ વૃત્તાંત શ્રેષ્ઠિનીને એકાંતમાં નિવેદન કર્યો કારણકે એ કાંઈ માંગળિકરૂપ વાર્તા નહોતી કે પ્રકાશમાં-સૌ સાંભળતાં કહે ! પરંતુ એ કર્મકર સત્યવાત પ્રકાશિત ન કરે એટલા માટે શ્રેષ્ઠીનીએ એને એક સો સુવર્ણ મહોર આપી, ચુપ રહેવા સમજાવી વિદાય કર્યો. કહ્યું છે કે સાધનાશક્તિ કોઈના બાપની નથી.
પછી દુઃખે બળી રહેલી એ શ્રેષ્ઠિની વિચારવા લાગી-પુત્ર તો ગયો; પણ આ લક્ષ્મી યે રાજા હસ્તગત કરશે તો મારે “દાઝયા પર ડામ' પડ્યા જેવું થશે. માટે એ કુલટાની પેઠે અન્યત્ર ન જઈ રહે એવો કોઈ ઉપાય. શોધું. હું ! સમજાયું ! આ મારી ચારે પુત્રવધુઓ મારે વશ્ય છે; એક સેનાપતિને હસ્તિ-અશ્વ-રથ-પાયદળ એમ ચારે સેનાંગ વશ હોય એમ. માટે સંતતિને અર્થે કોઈ પુરુષને લઈ આવું. પૂર્વે યોજનગંધા પણ વ્યાસઋષિને ક્યાં નહોતી લઈ આવી" ? આમ વિચારી એજ રાત્રિએ પૂજાને બહાને
૧. વ્યાસ વનમાં તપશ્ચર્યા કરતા હતા ત્યાંથી એને એની માતા યોજનગંધા ઉર્ફે સત્યવતી, પોતાના એક બીજા સદ્ગત પુત્રની વિધવાઓની કુક્ષિએ સંતતિ ઉત્પન્ન કરાવવા માટે, તેડી લાવી હતી. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો)
૧૬૫