Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
પ્રદર્શિત કરો. એક વણિકજનની સ્ત્રીઓનો એક રાજા જેવા મહાન પુરુષની સાથે પ્રેમ બંધાય છે એ યોગ્ય જ છે. આવી ઉચ્ચ પદવીએ ચઢવામાં શો દોષ છે ? યદ્યપિ તમો બંને હજુ મુગ્ધા હોઈને આવા સુભગ નરપતિનું અપમાન કરો છો તો પણ એ નરપતિને તો તમારા જ ચરણનું શરણ છે; કારણકે અગ્નિથી દગ્ધ થયેલાને અગ્નિ વિના અન્ય ક્યું શરણ હોય ? એ દૂતી-દાસીનાં આવા શબ્દો શ્રવણ કરી ક્રોધાયમાન થઈ હોય એમ વેશ્યા સુતાઓએ કહ્યું-અરે નીચ ! અધમ દાસી ! તને કાલે ના કહી હતી છતાં તું આજે કેમ પાછી આવી ? તારા બાપનો ધનનો દાબડો શું તું અહીં મૂકી ગઈ છે કે વળી પાછી આવી ? તને પુચ્છ અને શીંગડાં નથી એટલું જ; બાકી તો તું એક પશુ-જાનવર છો. આવું કહીને, અને સાથે કંઈક મૃદુતા-નરમાસ દાખવીને દાસીનું અપમાન કર્યું. અથવા તો કાર્ય સિદ્ધિ ઈચ્છનારાઓને માટે આમ કરવા સિવાયનો અન્ય કોઈ માર્ગ નથી.
આ બનાવ પણ વળી દાસીએ જઈને પોતાના સ્વામીને કહ્યો. “એઓ, કંઈક નરમ તો પડી છે, પરંતુ તમારી સાથે આવી રહી સુખ ભોગવવાની ઈચ્છા એમને નથી. માટે એ અભિલાષા તમે મૂકી ધો. કારણકે સામા ધણીનું લેશમાત્ર મન ન દેખાય ત્યાં આપણી ઈચ્છા શા કામની ? રાજાનાં તો તન અને મન દેખાય ત્યાં આપણી ઈચ્છા શું કામની ? રાજાનાં તો તન અને મન બંને ઊંચો શ્વાસ લઈ રહ્યા હતા-એણે કહ્યું-દાસી ! તું ફરી ત્યાં જા અને એ બંને સ્ત્રીરત્નોને સમજાવ; કારણકે તું જ તારા સ્વામીનું કાર્ય કરવામાં એકનિષ્ઠાવાળી છો. તારામાં અનુપમ કળાચાતુર્ય છે, અને તારી વાણી કઠિન હૃદયોને પણ ભેદીને અત્યંત મૃદુ બનાવવા સમર્થ છે માટે તું એમને અવશ્ય વશ કરી શકીશ એમ હું માનું છું. કારણકે ચંદ્રમાના કિરણો પડવાથી ચંદ્રમણિ દ્રવવા માંડે છે; એમાં કાંઈ સંશય નથી.”
રાજાએ આમ આકાશમાં ચઢાવી એટલે દાસીને પુનઃ ત્રીજે દિવસે પણ પેલી યુવતીઓ પાસે વાક્ચાતુર્ય બતાવવા જવું પડ્યું. “ભલી બાઈઓ ! અગાધ દુ:ખસાગરમાં ઝોલાં ખાતા મારા રાજાએ પુનઃ મને અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)
૧૪૬