Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
સમાગમ ત્યજ્યો છે.
પછી છેલ્લે (ચોથે) પહોરે, ગુરુની પાસે જાગરણ કરવાને, ચોથો શિષ્ય બહાર આવ્યો. ગુરુના કંઠને વિષે લટકતો ચકચક્તિ હાર જોઈને, અગ્નિ જોઈને કેસરીસિંહ ભય પામે તેમ, આ મુનિ પણ ભય પામ્યા. “દક્રાંક દેવે આપેલો છે તે જ આ હાર હોવો જોઈએ, આવી બનાવટ મનુષ્યની હોય નહીં. આને માટે જ રાજાએ પુત્રને દુષ્ટ-અનિષ્ટ આજ્ઞા ફરમાવી છે; પણ જેનું મૂલ્ય સકળ રાજ્યની તુલ્ય છે એવી વસ્તુ માટે શું ન કરવું જોઈએ ? મુનિઓ જેના તરફ દૃષ્ટિ સરખી પણ કરે નહીં એવો આ હાર ગુરુરાજના આભૂષણ રૂપ ક્યાંથી થયો ? એ હારના ચોરે આ કાર્ય ઠીક નથી કર્યું; કારણકે એથી તો આખું નગર એનું શત્રુ થયું છે. પણ એ ચોર આ અમારા ગુરુરાજ-મુનિના કંઠમાં શા માટે હાર નાખી ગયો હશે ? (એને બીજા કોઈનો કંઠ નહીં જડ્યો હોય ?) જેને સાળી ન હોય એજ સાસુની મશ્કરી કરવા જાય.” આમ સંભ્રમથી વ્યાકુળ છે ચિત્ત જેનું એવા એ સાધુ પાછા વસતિમાં પ્રવેશ કરતાં “અત્યંત ભય” એમ બોલી ગયા; પોતાની અગાઉ આવી ગયેલા ત્રણ સાધુઓની સાથે જાણે સ્પર્ધા કરતા હોય નહીં એમ.
તે પરથી “પ્રથમના સાધુઓની જેમ આ પણ “ભય”નો ઉચ્ચાર કરે છે, તો શું એઓએ અન્યો અન્ય એકસંપ તો નહીં કર્યો હોય ?” એમ વિચારી અભયકુમારે એને પૂછ્યું “તમારે પણ ભય ખરો ? સૂર્ય હોય ત્યાં અંધકાર કેવો ? આ લોકનો ભય, પરલોકનો ભય, રોગનો ભય, મરણનો ભય, આજીવિકાનો ભય, અપયશનો ભય ને અકસ્માત ભયએમ સાત પ્રકારના ભય કહ્યા છે. એમાંના એકનો પણ સાધુજનોમં સંભવા નથી; જેમ, શાંત થયા છે મોહાદિક જેનાં એવા પુરુષને વિષે સાતે કર્મોનો બંધ નથી તેમ.” સાધુ જેમનું નામ યોનય હતું એમણે ઉત્તર આપ્યો-હે બુદ્ધિસાગર ! તું સત્ય કહે છે. પણ મને મારા ગૃહસ્થાવાસમાં થયેલો “અતિશય ભય” યાદ આવવાથી એમ બોલાઈ જવાયું હતું.
અભયકુમારે સાંભળવાની ઈચ્છા જણાવ્યાથી મુનિએ પોતાનું ચરિત્ર આ પ્રમાણે કહ્યું
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)