Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
માંડ માંડ સમાવી રાખું છું; જો મારા રાજાને માટે હું એ કમળનયના ચંદ્રમુખીનું હરણ ન કરી જાઉં તો મારું નામ યૌગંધરાયણ નહીં. યૌગંધરાયણના આ શબ્દોનું શ્રવણ અને તેની સાથે એની ઉગ્ર પ્રતિજ્ઞાએ બંનેના સંપર્કથી પ્રદિપ્ત થયો છે. કોપાનિ જેનો એવા પ્રધોતનરાજાની કરડી દષ્ટિ, જાણે તે શનૈશ્વરની દષ્ટિ હોય તેમ, એ (યૌગંધરાયણ) ની ઉપર પડી તે સુદક્ષ યૌગંધરાયણ સમજી ગયો. એટલે એને વિચાર આવ્યો કે આમ કરીને તો હું મારા ઉદયનને છૂટા કરવામાં ઊલટો વિજ્ઞરૂપ થાઉં છું. તેથી સમયસૂચકતા વાપરી એણે, પોતે ઉન્મત્ત હોય એવો દેખાવનો પ્રયત્ન કર્યો; ધોતીયું પહેર્યું હતું તે એક બાળકની જેમ કાઢી નાખ્યું અને માથે બાંધી લીધું; વળી રાજાનો કોપાગ્નિ બુઝવવાને માટે જ હોય નહીં એમ, નગ્નાવસ્થામાં ત્યાં જ ઊભા ઊભા લઘુશંકા દૂર કરી (પેશાબ કર્યો.) કારણકે આવતો જ વ્યાધિ હોય ત્યાં જ એનું ઔષધ કરવું સારું. પણ રાજાએ તો, આ લોકોની સમક્ષ આવું આચરણ કરે છે માટે કોઈ બિચારો ગાંડો થઈ ગયો લાગે છે, એમ વિચારી, પોતાનો કોપાગ્નિ શમાવીને આગળ ચાલવા માંડ્યું.”
છેવટે બગીચો આવ્યો એમાં પ્રવેશ કરી મધ્યમાં બેઠક કરાવી અને સંગીત શરૂ કરવાની વરદી આપી; અથવા તો સ્વર્ગમાં દેવતાના અધિપતિ જેમ મહેન્દ્ર, તેમ અહીં પૃથ્વી પર રાજાઓને મહેન્દ્ર સમજવા. કોઈ નવીન ગીતકળા જોવાની ઈચ્છા થવાથી એણે તુરત જ પોતાની પુત્રીને અને ઉદયનને બોલાવ્યા (અથવા તો ચંદ્રમાની નવી કલાના અર્થાત બીજના ચંદ્રમાનાં દર્શન કરવા કોણ ઈચ્છા નથી કરતું ?) એ વખતે કાંચનના કમલપુષ્પોની સમાન છે વર્ણ જેનો એવા વત્સરાજે રાજપુત્રીને ગુપ્તપણે કહી દીધું કે, જેમ હંસયુગલોને વર્ષાઋતુમાં માનસ સરોવરે જવાનો સમય. કહેવાય છે તેમ, આપણે પણ આજે ઘેર જવાનો સમય (લાગ) છે. એની આજ્ઞાથી વાસવદત્તાએ સત્વર અનેક ઉત્તમગુણો યુક્ત સત્યા નામની વેગવતી હસ્તિની તૈયાર કરાવી; સમુદ્રને વિષે જવા માટે નાવિક નૌકા તૈયાર કરાવે તેમ. બંને બાજુએ બંધ બાંધતી વખતે પ્રાણહર પીડા થવાથી એણે ચીસ પાડી. તે ચીસ સાંભળીને, અન્યજનોના ગર્વનો ગંધ પણ ના
૧૩૬
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)