Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
વૈશેષિકમતવાળાઓએ પોતાના મતના પ્રમાણગ્રંથોમાં પૃથ્વીને ગંધગુણવાળી કહી છે એ વાત સત્ય છે કે અસત્ય-એનો જાણે નિર્ણય કરવાને માટે જ હોય નહીં એમ વળી પાછો હાથીએ (પૃથ્વી) સુધી જોવા થોભ્યો; અને અગાઉની જેટલા જ પ્રવાસે હાથણીની લગભગ પહોંચ્યો. એટલે છેલ્લી ચોથી ઘટિકા ફોડીને ઉદયન આગળ ચાલ્યો. આ બનાવ શાસ્ત્રમાં પિંડચર્ચાના પ્રકરણમાં કહેલું છે એના જ જાણે એક દષ્ટાન્તરૂપ બન્યો હોય નહીં ! એ છેલ્લી ફોડેલી ઘટિકા હાથી સુંઘવા રોકાયો એટલામાં તો હાથણી ત્વરાથી ચાલી અને વત્સરાજને પ્રદ્યોતનરાયની પુત્રીસહિત એના નગરને વિષે પહોંચાડી દીધો. પણ એવો લાંબો પ્રવાસ કરવાથી એને એટલો બધો પરિશ્રમ લાગ્યો હતો કે અહીં આવી એણે તરત જ પ્રાણ છોડ્યા. અથવા તો બહુ તાણવાથી બુટી જાય છે એ વાત ખોટી નથી. આ વખતે હાથી પણ અહીં આવી પહોંચ્યો પરંતુ ઉદયનના સુભટો યુદ્ધ કરવા તૈયાર થઈ બહાર નીકળ્યા હતા એમને જોઈને પ્રદ્યોતનરાયના સેવકો હાથીને લઈને પાછા વળ્યા. કારણકે સર્વ કોઈ લાભાલાભ વિચારીને કામ કરે છે.”
વીલે મોંએ પાછા આવી સેવકોએ સર્વસ્વરૂપ પોતાના નાથને કહ્યું તે સાંભળી એને અગ્નિમાં તેલ હોમાયા જેવું થયું. એટલે અત્યંત ક્રોધાયમાન થઈ પોતાના રણશૂરા સુભટોને આદેશ કર્યો કે આપણે પ્રયાણ કરવું છે માટે સત્વર ભેરી વગડાવો.
પ્રદ્યોતન રાજાને ક્રોધ ચઢ્યો ખરો પરંતુ એનું ભલું ઈચ્છનારા એના કુલકમાગત અમાત્યોએ યુક્તિપૂર્વક સમજાવી એનું નિવારણ કર્યું. કારણકે અન્યથા એમનું એ પદ શા કામનું ? એમણે કહ્યું- હે નાથ ! હે નીતિપાળ ! કન્યારૂપી ધન પ્રાણથી વિશેષ પ્રિય હોય તો પણ પારકે ઘેર જ જાય છે. તો હવે વત્સરાજ સાથે યુદ્ધ કરવા જવાનો આટલો બધો આગ્રહ શો ? હે દેવ ! આપની પુત્રીએ, ભલેને પોતાની જ મતિ પ્રમાણે, વત્સરાજ જેવો ગુણવાન પતિ પસંદ કર્યો છે એમાં એણે અયોગ્ય શું કર્યું છે ? હંસીનો હંસ સાથે સંબંધ થયો છે એમાં કહેવા જેવું શું છે ? ગુણનિધિ વત્સરાજ કરતાં બીજો ક્યો સારો જમાઈ તમને મળવાનો
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ આઠમો)
૧૩૯