Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
મલિન કરી દે છે-એ ઓછું ખેદકારક છે ? ગગનને વિષે ફરતા કાકોલ-કોકિલ-કલાપિ-શુક-કાક આદિ, અને કાદમ્બ-સારસ આદિ પક્ષીઓ રજથી છવાઈ જઈને સર્વ એકસરખા જણાવા લાગ્યા; અથવા તો રાગનો ઉદય થાય છે ત્યારે શું મુનિઓ કે શું ગૃહસ્થો સૌ સમાન જેવા થઈ રહે છે; એમનામાં કંઈ પણ ભેદ રહેતો નથી.
શત્રુના દેશને ક્ષોભ પમાડતા અને પોતાના માંડલિક રાજાઓના સૈન્યથી પૃથ્વીને પૂરી નાખતા આ ચંડપ્રદ્યોત રાજાના આવવાની શ્રેણિકરાજાને તુરત ખબર પડી. કારણકે રાજાઓને દૂતરૂપી સહસ્ત્ર નેત્રો હોય છે. એટલે એણે વિચાર કર્યો કે આ ચંડપ્રદ્યોત પાસે મારા કરતાં પુષ્કળ સૈન્યા હોવાથી હું કોઈ રીતે એની સામો થઈ શકીશ નહીં. કારણકે ઉછળતા આવતા મહાસાગરને કોણ રોકી શકે છે ? કંઈપણ સુઝ ન પડવાથી એ વનના રાજા-સિંહથી ભય પામેલા હસ્તિની પેઠે મુંઝાયો, અને બુદ્ધિના. પાત્ર એવા અભયકુમારના મુખ સામું જોવા લાગ્યો. કહ્યું છે કે રોગ આવ્યે વૈદ્યને સંભારવો પડે છે. બુદ્ધિશાળી માણસો જોવા માત્રથી પારકું મન જાણી લે છે તે પ્રમાણે અભયકુમારે પણ રાજાનું ચિત્ત જાણી લીધું એટલે અંજલિ જોડીને નિર્ભયપણે અને હિંમત હાર્યા વગર ફુટ રીતે બોલ્યો-હે તાત ! શા માટે ચિંતા કરો છો ? આપણું સૈન્ય અલ્પ છે છતાં હું આપના પ્રસાદથી શત્રુની સાથે યુદ્ધ કરીશ; કારણકે ગરૂડે પણ દેવોના રાજા ઈન્દ્રની સાથે યુદ્ધ કર્યું સાંભળ્યું છે. અથવા તો અનેક જીવોનો સંહાર કરવાવાળું આવું યુદ્ધ ન કરતાં કોઈ એવી યુક્તિ કરીએ કે જેથી કંઈ પણ પ્રયાસ વિના શત્રુનો પરાજ્ય થાય; કહ્યું છે કે સાકરે મરતો. હોય તેને વિષ શા માટે દેવું ? જ્યાં સુધી સર્વસુખનો હેતુભૂત “સામ” નામનો ઉપાય હાજર હોય.
“ભેટ” પાડવાનો ઉત્તમ ઈલાજ તૈયાર હોય, અથવા “દાન” આપીને સામાવાળાઓને ફોડવાનું બની શકે તેવું હોય ત્યાં સુધી ચોથો અને છેલ્લો ઉપાય “દંડ” એટલે પ્રહાર-તે પહેલ વહેલો શા માટે અજમાવવો. જોઈએ ?” આવો વિચાર કરીને અભયકુમારે શત્રુના વાસમાં સુવર્ણની મહોરો ભરેલા ઘટ ભૂમિને વિષે દટાવરાવ્યા એમ કરીને એણે જાણે “હે
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ આઠમો)
૧૦૩