Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
તો નિરાંત રહે. પણ આ સત્યાભિધ તો હંમેશને હંમેશ આવીને ઊભો. જ છે તે આપણને પૂરેપૂરા હેરાન કરે છે. માટે આપણે એના સત્વર પ્રાણ જ લેવા.” આમ વિચાર કરીને એમણે ક્ષણમાં એનું ભાતું ગુપ્તપણે. લઈ લઈને એની જગ્યાએ વિષવાળા મોદક મૂકી દીધા. કહેવત છે કે નિર્બળ માણસો ચંડાળ લોકોને ઘેર જ ધાડ પાડે છે. (દુબળે ઘેર જ ધાડ હોય છે.) લોહજંઘ તો આ કંઈ જાણતો નહોતો એટલે વિષમય મોદકથી ભરેલો ડાબલો ખભે મૂકીને નગર બહાર ચાલી નીકળ્યોમાણેક અને મત્સ્યોથી ભરેલા મહાસાગરમાંથી જેમ ભરતી સમયે પાણી બહાર નીકળી જાય છે તેમ. પછી જ્યારે ભોજનનો સમય થયો ત્યારે કોઈ જળાશયને તીરે બેસી દાતણ કરી એણે નહાઈ લીધું. કારણકે ઘણા માણસો માર્ગને વિષે જતાં આવતાં પણ નહાવા ધોવાનું ચુકતા નથી. પછી જમવા માટે જેવો તે દાબડો ઉઘાડવા ગયો તેવો કાંઈ અપશુકન થવાથી અટકી ગયો; વૈતાઢ્ય પર્વતની ગુફા ઉઘાડવા જતાં જેમ તેના અધિષ્ઠાયક દેવોના કહેવાથી પૃથ્વીરૂપી સ્ત્રીનો પતિ કૃણિક અટકી ગયો હતો તેમ. લોહજંઘ પણ આવા શુકનનો મર્મ જાણતો હતો તેથી એણે ભોજન કરવું બંધ રાખ્યું. આવા પ્રસંગો બને છે માટે જ બુદ્ધિમાન મનુષ્યો સમસ્ત વિષયોનું જ્ઞાન મેળવે છે. પછી એ ત્યાંથી ઊઠીને આગળ દૂર ગયો તો ત્યાં પણ એ જ અપશુકન થવાથી જમવાનો વિચાર કરતો અટક્યો. કહે છે કે શુકન શાસ્ત્રના જ્ઞાનના બળે માર્ગમાં પ્રવાસીઓના પ્રાણ બચે છે. ત્રીજીવારના પ્રયત્ન પણ એ જ અપશુકન થયા તેથી એ ક્ષુધાતુર છતાં જમ્યો જ નહીં. (લાભ કરનારા શકનનું સ્વરૂપ એવું છે કે ફરી ફરીવાર તે એક જ જાતનાં થાય છે.)
ઘેર આવીને લોહજંઘે એ સર્વ હકીક્ત રાજાને કહી, અને રાજાએ પણ પાછી અભયકુમારને કહી. સાથે એટલું વધારે કહ્યું કે “હે બુદ્ધિના ભંડાર ! આમાં શું હેતુ છે તે શોધી કાઢ. કારણકે તારા સિવાય અન્ય કોઈ ગૂઢ વસ્તુને જાણી શકશે નહીં. એટલે એણે પણ, જેવી રીતે પડિલેહણ વખતે સાધુઓ પાત્રો સુંઘી જુએ છે તેવી રીતે, એ ભાતનો
૧. પ્રતિજ્ઞા કરી હોય ને તે પાળતો હોય એમ. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ આઠમો)
૧૫