Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
દાબડો સુંઘી જોયો અને કહ્યું કે, હે નરેશ્વર ! આ દાબડામાં કોઈ એવી વસ્તુઓનો સંયોગ થયો છે કે તેમાં દૃષ્ટિવિષ સર્પ ઉત્પન્ન થયો છે. જો અણસમજથી એણે એ ઉઘાડ્યો હોત તો એ એજ સમયે એની અગ્નિ સમાન જ્વાળાથી દગ્ધ થઈને મૃત્યુ પામ્યો હોત. એ જ કારણને લઈને સ્થિરબુદ્ધિવાળા મનુષ્યો પ્રાણને ભયમાં નાખનારું કાંઈ કાર્ય આરંભતા જ નથી. હે રાજન ! આ લોહજંઘ મહાભાગ્યશાળી કે આવું અનર્થનું કારણ એની સમીપ છતાં એ સધ અત્રે ક્ષેમકુશળ આવી પહોંચ્યો. એમાં કારણભૂત કાંતો એના આવાં બલવાન ચરણ અથવા તો આપ મહારાજાનું પુણ્ય. માટે હવે એ દાબડાને નીતિપ્રિય રાજાઓ તો પોતાના દેશમાંથી ખળ પુરુષને દૂર કરે છે તેમ, વનમાં લઈ જઈ ફેંકી આવવો જોઈએ. નિરંતર અભયકુમારના વચનો વિષે વિશ્વાસ ધરાવતા રાજાએ આ વખતે પણ એનું કહ્યું કર્યું. પછી સમીપમાં રહેલા તૃણ, વૃક્ષના પત્રો અને વેલા આદિ સળગાવી એના અગ્નિમાં પેલા દાબડામાંથી વિષસર્પને કાઢીને તુરત જ બાળી મુક્યો. સત્ય જ કહેવાય છે કે અગ્નિ, ઈંધનના ભારાને ભારા ખાઈ જઈ જાજ્વલ્યમાન બળતો હોય છતાં ભૂખ્યો ને ભૂખ્યો જ છે.”
પછી કોઈક સમયે એકવાર પ્રદ્યોતનરાજા આત્મગત કહેવા લાગ્યો“આ અભયકુમાર કાંઈ આ વારાંગનાના પ્રયાસથી નથી આવ્યો. પરંતુ એવાં મારાં શ્રેષ્ઠ ભાગ્યદેવતા એને અહીં ખેંચી લાવ્યા છે. જો એ ન હોત તો એ સર્પરૂપી યમરાજાને બહાને નિશ્ચયે અકસ્માત મારો પ્રલયકાળ જ આવી પહોંચ્યો હોત. સર્વ રાજાઓમાં મગધરાજશ્રેણિકના ધન્ય ભાગ્ય સમજવા કે એને આવો અભયકુમાર જેવો પુત્ર છે-જે સંકલ્પમાત્ર કરતાં સર્વ મનવાંછિત પૂરાં કરે છે. પરંતુ કલ્પવૃક્ષ કંઈ ઘેર ઘેર હોતા નથી. જેને આવો શ્રેષ્ઠ બુદ્ધિશાળી મંત્રી છે એવા એ શ્રેણિકરાજાની સામું હવે હું આડી નજરે પણ જોઈ શકીશ નહીં; કારણકે જેના મનોમંદિરમાં પરમેષ્ઠીમંત્ર વાસ કરી રહ્યો છે તેને ભૂતપિશાચ શું કરી શકે ?” આમ વિચારતાં એના અંતઃકરણમાં અત્યંત હર્ષ થયો તેથી એ અભયને કહેવા લાગ્યો-હે રાજપુત્ર ! તું નિઃશંક થઈને ગમે તેવું દર્લભ પણ વર મારી પાસે માગી લે. એટલું જ કે તને મુક્ત (છૂટો) કરવાનું માગીશ નહીં,
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)
૧૨૬