Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
કે તુરત જ અંદર રહેલા સુભટો બહાર નીકળીને એને પોતાને જ પકડી બાંધી લેશે. અથવા તો દેવાદાર જો મજબૂત પક્ષવાળા હોય તો સામા નથી થતા શું? આ પ્રમાણે વશ કરીને એને આપણે અહીં લાવીશું એટલે એને આપણી મહાબુદ્ધિશાળી પુત્રીને અભ્યાસ કરાવવો જ પડશે; કારણકે પ્રાણને ખાતર અયોગ્ય કાર્ય પણ કરવું પડે છે.
પ્રદ્યોતન રાજાએ પોતાના અમાત્યની આવી યુક્તિ સાંભળીને કહ્યુંવાહ ! કહે છે તે બધું ઘણું જ સરસ છે. માટે જા, તું એ પ્રમાણે બધી ગોઠવણ કર. એ પરથી એ મંત્રીએ શીધ્ર એવો હાથી બનાવરાવ્યો. અથવા તો રાજાની આજ્ઞા થાય તો પાણી પણ શું બોલતું નથી થતું ? આ કૃત્રિમ હાથી સાચા હાથી કરતાં પણ દેખાવમાં શ્રેષ્ઠ થયો. અથવા તો સાચા બનેલા બનાવો પરથી લખેલા ચરિત્રગ્રંથ કરતાં, મહાકવિની કલ્પનાથી ઉપજાવી કાઢેલી કથા શું નથી ચઢી જતી ? ઊંચી સૂંઢ-કદાવર અંગમોટા દંકૂશળ આદિથી અનેક ચેષ્ટાઓ કરતો એ હાથી, કે જેના પેટમાં મહા શસ્ત્રધારી સુભટો સંતાયેલા હતા, તે વનમાં અહીં તહીં ભમ્યા કરતો વનવાસિઓની દષ્ટિએ પડ્યો એટલે એમણે જઈને હર્ષ સહિત પોતાના રાજા ઉદયનને ખબર આપ્યા કે-હે દેવ ! જાણે સ્વર્ગમાંથી ઈન્દ્રરાજાનો જ હસ્તિ ઉતરી આવ્યો હોય એવો એક ઉત્તમ હાથી આજે વનમાં ક્રીડા કરતો વિચરતો અમારા જોવામાં આવ્યો છે. એમનાં આ વચન સાંભળી જેને અમૃતપાનથી થાય તેવો હર્ષ થયો છે એવા આ રાજાએ એને પકડવાને મિથ્યાત્વમોહનીય જેવા ઘોર અંધકારવાળા વનમાં પ્રવેશ કર્યો.
પોતાના સકળ પરિવારને દૂર પડતો મૂકી એ રાજા એકલો એકચિત્તે હર્ષસહિત ધીમેધીમે એ હાથીની સામો ગયો; એક સિંહ જેમ મૃગલાને પકડવા જાય તેમ. પોતાની કળાનું જેને બહુ અભિમાન હતું એવો એ ઉદયન રાજા એની નજીક જઈ અતિ મધુર સ્વરથી ગાવા લાગ્યો. ખરેખર મનુષ્યનું કળાચાતુર્ય કલ્પિત ફળને માટે જ જાણે કલ્પેલું છે ! જેમ જેમ એ વિશેષ વિશેષ આકર્ષક ગીતગાન કરતો ગયો તેમ તેમ હસ્તિના પેટામાં રહેલા સુભટો હસ્તિને, તે ન હાલે કે ન ચાલે એમ સ્થિર કરતા ગયા. એથી ઉદયનનું ચિત્ત પણ નિશ્ચળ થયું. જ્યારે એણે જોયું
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ આઠમો)
૧૨૯