Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
હોય તો દ્રવ્યના વ્યયની ગણત્રી કરવી કામ આવે નહીં. પછી કપટકળાની નિવાસભૂમિરૂપ એ ત્રણે, સાધ્વીઓની સેવાભક્તિ કરતી, પ્રતિદિન પ્રકટપણે શાસ્ત્રનો અભ્યાસ કરતી એમની વસતિમાં રહેવા લાગી; જાણે મોહનીસકર્મની ત્રણ પ્રકૃતિ હોય નહીં એમ. સાધ્વીઓની ઉપાસના કરવા વડે શીઘ બહુ જ્ઞાન મેળવી, માયાકપટ વડે આચાર પાળી ઉત્તમ શ્રાવિકાઓ હોય નહીં એવી બની ગઈ; કેમકે કાચના મણિઓમાં ઈન્દ્રનીલમણિની છાયા શું કદિ નથી દેખાતી ? પણ એવી ઉત્તમ સંયમ પાળનારી સાધ્વીઓની તથા પ્રકારની પરિચર્યા કરતાં છતાં પણ એઓનાં અંતઃકરણમાં ધર્મામૃત પરિણમ્યું નહીં, કારણકે ઉત્તમ શેરડીના વાઢની વચ્ચે ઊગ્યાં હોય એવાં જે બરૂતેમાં શેરડીની મધુરતા કદિ પણ આવતી નથી.
એમ કરતાં કરતાં એકદા એકલા કપટથી ભરેલી એ ત્રણે જણી એકદમ સર્વ સામગ્રી તૈયાર કરી રાજગૃહ નગરી ભણી જવા નીકળી, તે જાણે સર્વ ઘાતિકર્મની સાક્ષાત મૂર્તિઓ હોય નહીં ! પરને છેતરવામાં જ રોકાયેલા રહેતા ચિત્તવાળી પ્રૌઢા ગણિકા નિત્ય પ્રયાણ કરતી, બંને તરૂણીની સંગાથે રાજગૃહ આવી પહોંચી; ઉત્તમ લાભ સાંભળીને એક સંઘ આવે એમ. ત્યાં પોતાના પરિવાર સહિત ક્યાંક વનને વિષે થોડો વખત થોભી પછી ત્યાંનાં ચૈત્યો જુહારવાને ઉત્કંઠિત એવી એ ગણિકાએ શહેરમાં પ્રવેશ કર્યો. તે જાણે અભયકુમારને બાંધી પકડી લાવવાની વિધિ દેખાડતી નાટ્યભૂમિ (સ્ટેજ)ને વિષે જ તેનો પ્રવેશ હોય નહીં ? સકળ ચૈત્યોને જુહારી પછી ખુદ શ્રેણિક રાજાએ બંધાવેલા એક ઊંચા જિનમંદિરને વિષે એ નિર્મળ ને શ્વેત વસ્ત્રધારી વેશ્યાએ ત્રણ નૈષધિકી કહેવા પૂર્વક પ્રવેશ: કર્યો.
આ મંદિરને, પ્રથમ પાયો ખોદતાં તદ્દન નક્કર જમીન આવી ત્યાં સુધી ખોદી, પાયો પૂરી, તે પર બહુ જ સુદઢ-મજબૂત બનાવ્યું હતું. અથવા તો ભૂમિ શુદ્ધ કર્યા વિના આલેખેલું ચિત્ર પણ સુસ્થિર થતું નથી. એ ચૈત્યનો ચોક પણ તેજસ્વી પ્રતિબિંબને યોગ્ય અને સમસ્ત સમાન તળીઓવાળો હોઈને બહુ સુંદર દેખાતો જાણે એમ સુચવતો હતો કે “અહીં આવતા સર્વ જનો મારા જેવા નિર્મળ અને સમતાવાળા થાઓ.”
૧૦૮
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)