Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
શકીએ છીએ કે યમરાજા એ મરકીનો ઉપદ્રવ કાંઈ જ્યાં ત્યાં કરતો નથી. આપની કૃપાના પ્રકાશથી સર્વ જાણી નિશ્ચય કરીને આપને નિવેદન કરશું. સાધારણ માણસોને પણ ખુશામતનાં વચનો કહેવામાં આવે છે તો પછી એમણે આવા રાજપુત્રને એવાં ખુશામતનાં વચનો કહ્યાં તે ઠીક જ કર્યું કહેવાય-એમાં કંઈ આશ્ચર્ય જેવું નથી.
પછી એક રાત્રિએ એ માતંગીઓએ એ અભયકુમારની માનીતી રાણીના આવાસમાં જઈ એના મુખને લોહીથી ખરડ્યું અને ત્યાં હાડકાકેશ આદિ વેર્યા. અહો આમ અશુચિ ફેંકતા એઓ સ્થાનાસ્થાન જોતા નથી. એટલે એમાં ને કાકપક્ષીઓમાં ભેદ જ નથી. આટલું કરીને સી. એકત્ર થઈને રાજપુત્ર-અભય પાસે જઈ કહેવા લાગી–મહારાજ ! આપના જ મહેલમાંથી આ કોપ ઉત્પન્ન થયો છે. આ મરકી આપના જ ઘરમાં છે. જો એથી બીજું કંઈ નીકળે તો અમારું “વિજ્ઞ-વિદ્યાવાન” નામ છે તે અમે પડતું મુકશું. મંત્રેલો ઘડો જેમ અન્ય સ્થાન મૂકીને ચોરને ઘેર જ જઈ સ્થિર થાય છે તેમ આ એક વિષયનું અમારું જ્ઞાન પુનઃ પુનઃ આપના જ ઘરમાં જઈ ઊભું રહે છે.
એ સાંભળી એણે તપાસ કરી એમાં એને એમની વાતની સત્યતા જણાઈ; પ્રિયાનું–મુખ લોહીથી ખરડાયેલું અને મંદિર અસ્થિ-આદિથી વ્યાપ્ત જોઈ એને પરમ ખેદ થયો; અને એનું અતિશય અનુરાગથી મોહિત થયેલું હૃદય છિન્ન ભિન્ન થઈ ગયું. “અહા ! વિદ્યાધરની તનયા અને વળી મારા ફઈબાની પુત્રી થઈને એ આવી ક્યાંથી નીકળી ! પણ સંસારની વાસનાથી અતિશય વાસિત થયેલા ચિત્તવાળા સંસારીઓને વિષે આ સર્વ સંભવિત છે. મારે પણ હવે આ પ્રમાણે સમસ્ત નાગરિકોના પ્રાણને ભયમાં નાખનારું કાર્ય કરનારી આ નારીને, એ ઉત્તમકુળને વિષે જન્મેલી છે છતાં, અવશ્ય પરિહરવી જોઈએ; કારણકે ઉત્તમ રાજવીઓ પોતાની પ્રજાના ક્ષેમકુશળને અર્થે ગમે તે પ્રકાર લેવો પડે તે સતત લે જ છે.” એમ વિચારી માતંગીઓને બોલાવી રાજપુત્રે આજ્ઞા કરી કે તમે જ હવે એને ઉચિત શિક્ષા ધો; એટલું કરજો કે લોકમાં અપવાદ ન થાય, કારણકે શિક્ષા કરીએ એ સૌ ન જાણતાં ગુપ્ત રહે એમાં જ શોભા છે.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ આઠમો)
૧૧૯