Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
પછી એણે દેદિપ્યમાન કાંતિના સમૂહથી દિશાઓને પ્રકાશિત કરતો એવો પોતાનો ઉત્તમ ચૂડામણિ પોતાને મસ્તકેથી ઉતારીને મારા મસ્તક પર મૂક્યો. વેશ્યાને વિષે એવી અપૂર્વ કૃતજ્ઞતા જોઈને મને પણ આશ્ચર્ય થયું. આમ હું તો પૂરા હર્ષમાં જ હતો, એવામાં તો સાંજ પડી એટલે એણે મને કહ્યું–હે સ્વામીનાથ ! ચાલો હવે આપણે નગરમાં જઈએ. એના અત્યંત આગ્રહને લીધે મેં એનું વચન માન્ય કર્યું, કેમકે કૃતજ્ઞ જનોનું વચન કોઈ ઉથાપે નહીં. એના સેવકોએ પણ રથને અશ્વો જોડ્યા કેમકે કોઈ કોઈ સ્થળે વેશ્યાઓ પણ રાજ્યકર્તી રાણીઓ જેવી હોય છે. ત્યાં તો વાંજિત્રના નાદ થવા લાગ્યા; સ્ત્રીઓ નૃત્ય કરતી ચાલવા લાગી, અને પંડિતો પણ તાળ દેતા દેતા કાવ્યો બોલતા અમારી આગળ ચાલવા લાગ્યા. એટલે હું મગધસેનાની સાથે એના રથમાં બેઠો. અને અમે ઈન્દ્ર-રાજાના આડંબરથી નગરમાં પ્રવેશ કર્યો.
એવામાં સાક્ષાત્ જંગમ અંજનગિરિર હોય નહીં એવો એક મદોન્મત્ત હાથી બંધનતંભને ઉખેડી નાખીને લોકોની સન્મુખ દોડતો આવ્યો, એટલે સૌ ભયને લીધે જેમ ફાવ્યું તેમ ચારે દિશામાં નાસી થયા. કહ્યું છે કે હાથીનો વાયુસંચાર પણ કોણ સહન કરી શકે ? એ હાથીએ તત્ક્ષણા મારા રથમાં પોતાનો કરી નાખ્યો-લંબાવ્યો; જેવી રીતે એક ધાડપાડુ કોઈની દુકાનમાં રહેલા ધાન્યના કુંડામાં પોતાનો કર નાખે છે તેમ. હું તો તક્ષણ રથમાંથી ઉતરી ગયો અને હાથીને એકદમ ભમાડવા લાગ્યો; કારણકે મારી કળા બતાવવાનો આ યોગ્ય સમય હતો. ક્ષણમાં એના દંતુશળની ઉપર ક્ષણમાં એના પગની વચ્ચે થઈને, ક્ષણમાં એની પાછળ, ક્ષણમાં એની બંને બાજુએ, ક્ષણમાં આગળ, અને ક્ષણમાં એનાથી દૂરએમ મેં ફર્યા કરવા માંડ્યું. અને એમ કરીને, એક ધનવાન વાચાળ શેઠ આશાએ આશાએ આવતા વણિકપુત્રને આંટા ખવરાવી ખવરાવીને થકવી નાખે છે તેમ મેં એ હાથીને થકવી દીધો. લોકો તો કહેવા લગ્યા કે “આ
૧. હાલતા-ચાલતો આવતો. ૨. મેશનો પર્વત. બંને કાળા અને ઊંચા, માટે એટલા પૂરતી સમાનતા. ૩. કર=(૧) સ્ટ, (૨) હાથ.
૮૬
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)