Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
,
સજ્જન છે કે કોણ દુર્જન છે એ ક્યાંથી જણાય ? હું તો મગધસેના ભણી જ નજર કરી રહ્યો. મને લાગે છે કે એવું એક ધ્યાન જો કોઈ જીવાત્મા જિનભગવાનની મૂર્તિને વિષે લગાવે તો અવશ્ય મોક્ષ જ પ્રાપ્ત કરે. એ વારાંગનાના ચુતરાઈભર્યા નૃત્યને લીધે સંગીતની કોઈ અવર્ય રમણીયતા થઈ રહી; જુઓ, વસ્ત્રપર સુંદર ભાત પડે છે ત્યારે તે કેવું શોભાયમાન દેખાય છે ! એ વારાંગનાની એવી ચતુરાઈ જોઈ હર્ષ પામી રાજાએ એને કહ્યું-હે નર્તકિ ! તારું નૃત્ય અત્યંત આકર્ષક છે, તું પણ કળાકૌશલ્યની ખાણ છે, માટે તારે મનપસંદ કંઈ પણ માગ. પેલીએ ઉત્તર આપ્યો-હે દેવ ! હમણાં એ વર(દાન) આપની પાસે રાખો; સમય આવ્યે માગી લઈશ. (ભવિષ્યને માટે) થોડો ઘણો સંગ્રહ કરી રાખ્યો સારો. એજ પ્રમાણે બીજી વખત પણ પ્રસન્ન થઈને રાજાએ એને વર માગવાનું કહ્યું. પણ એ યે એણે રાજા પાસે જ રહેવા દીધું. છેવટે ત્રીજી વખત પણ માગવા કહેલ વરનાયિકાએ એમની પાસે રહેવા દીધું; કૈકેયીએ કર્યું હતું તેમ.
પછી “હું રાજસભામાં છું કે નહીં.” એ શોધી કાઢવા માટે એ વિદુષી નર્તકીએ ઊંચે સ્વરે સભામાં કહ્યું કે,- “મૃગપુચ્છનું માંસ લઈ જનાર, મારો ચૂડામણિ ગ્રહણ કરનાર અને મને જીવિતદાન દેનાર જો અત્યારે આ સભામાં હાજર હોય તો તેણે એ બધાં પરાક્રમ જ કરેલાં છે માટે પ્રગટ થવું; વર્ષાકાળના વાદળાથી મુક્ત સૂર્યની જેમ.” હું જો સભામાં હોઈશ તો એનો ઉત્તર આપીશ-એમ સમજીને તે આ પ્રમાણે બોલી, હું પણ એ સાંભળીને રંગભૂમિ પર આવીને ઊભો અને એને કહેવા લાગ્યો કે “એ હું આ રહ્યો; હે પ્રિયવાદિનિ ! તારા મનમાં જે અભીષ્ટ હોય તે કહી નાખ.” મને જોઈને એ વેશ્યાએ રાજાને કહ્યું-મને ખેચર-વિધાધરથી છોડાવી જીવિતદાન દેનાર આ સજ્જન છે. મૃગપુચ્છના માંસનો ચોર એ છે તો પણ એને તમારા પ્રથમના વરદાનના બદલામાં અભયદાન આપો. તમારા બીજા વરદાનમાં હું એ માંગી લઊં છું કે એ મારો ભર્તાર થાય; વારંગાના એટલે અનેક ધણીની સ્ત્રી, એવું જે મારું નામ છે તે હવે મને ન જોઈએ.”
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો)
૮૯