Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
ફેંકી; પણ આવી રૂડી (?) સ્ત્રી મળી હોય ત્યાં શી સારાવાટ હોય ? અડધા દાઝેલે શરીરે મહાકપ્ટે મારા તાતને ઘેર પહોંચ્યો; અથવા તો મરણ પથારીએ પડેલાએ સંજીવનીનું સ્મરણ કરવું જોઈએ. મારી માતા પણ અન્ય સર્વ કામકાજ પડતા મૂકી મારી સારવાર કરવા લાગી; જેમ એક માળી પોતાના બગીચાની સારવાર કરે છે તેમ. એ મારી માતાની કૃપાથી જ હું સારો થયો. જેમના માતપિતા ચિરકાળ પર્યન્ત હયાત હોય છે એમને ખરેખર ભાગ્યશાળી સમજવા. સારા થયા પછી મેં વિચાર્યું કે સ્ત્રી કુમાર્ગે જાય એને “તર્જના કરવી” એ સિવાય અન્ય કોઈ શિક્ષા નથી. કુળને દુષણ દેનારી કુલટાનો પંઢ અને ભાંડની પેઠે ત્યાગ કરવો કહ્યો છે. કારણકે ગાડર સળગ્યું હોય એને દૂર રાખવું જ સલામતી ભરેલું છે. માટે આવી આવી પીડાઓવાળા ગૃહસ્થાશ્રમથી ચાલી નીકળવું સારું છે. અથવા તો મધપાનને વિષે બીજું શું હોય ? કંઈ અસાધારણતાવિચિત્રતા જ હોય. વળી જો ગૃહવાસને વિષે સુખ હોત તો તો જિનેશ્વરો, ચક્રવર્તીઓ કે વાસુદેવો એને લીલામાત્રમાં ત્યજી દેત નહીં. પછી મેં મારા બંધુવર્ગને બોલાવી મારા હૃદયનો ભાવ એમને જણાવી વ્રત ગ્રહણ કર્યું; ને સર્વ ઉપાધિને દાબી દીધી.
(યોનયમુનિ અભયકુમારને કહે છે) હે મહાભાગ કુમાર ! આ મેં પૂર્વે અનુભવેલો ભય મને આજે સાંભરી આવ્યો કારણકે પૂર્વે અનુભવેલી વસ્તુઓ ક્યારેક ક્યારેક કોઈવાર સાંભરી આવે છે ખરી.
એ મુનિનું આવું કથન સાંભળી અભયકુમારે વિસ્મય પામી વારેવારે માથું ધુણાવતાં કહ્યું-હે મુનીશ્વર ! ગૃહવાસ આપે કહ્યો તેવો જ પ્રાયઃ હોય છે; તોયે એ પ્રાણીઓને બહુ પ્રિય છે. કારણકે તેનું સ્વરૂપ જાણતાં છતાં પણ જેમ મધપાનની ટેવવાળા એને વિષે રચ્યા પચ્યા રહે છે તેમ, અમારા જેવા નિરંતર એ ગૃહવાસને વિષે રક્ત થઈ બેઠા છે. એનું સ્વરૂપ ન જાણનારા એમાં લોભાય એ વિચિત્રતા નથી. કારણકે પતંગોને તો દીપકને વિષે પડતા આપણે કાયમ જોઈએ છીએ. તમે જ ખરા સત્ત્વવાન છો કે ચારિત્ર અંગીકાર કર્યું. કારણકે ઘોર રણને વિષે જેવા તેવાથી પ્રવેશ થઈ શકતો નથી. તમારા જેવા પુણ્યવાનોને ધન્ય છે કે મોક્ષનો
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)
૯૬