Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
મુનિ અભયકુમારને કહે છે-હે અભયકુમાર ! એ મગધસેનાની સર્વ માગણી તારા પિતા-શ્રેણિકમહીપાળે મંજુર કરી. કારણકે મહાપુરુષો એકવચની જ હોય છે. ત્યારપછી સંગીત બંધ પડ્યું એટલે રાજા શ્રેણિક ઊઠીને ઊભા થયા અને સર્વ સભાજનો પણ પોતપોતાને સ્થાને ગયા, આનંદના ઓઘ છૂટ્યા છે એવી એ સ્ત્રી અને પોતાને ઘેર લઈ ગઈ; સાતાવેદનીય પ્રકૃતિ જેમ નરને-માણસને સુખને વિષે લઈ જાય છે તેમ. તેના સંગાથમાં રહીને નવનવીન ગીત આદિ સાંભળીને હું તો આ જ દેહે પ્રતિદિન સ્વર્ગસુખ અનુભવવા લાગ્યો.
આવા ઉત્કૃષ્ટ આનંદમાં રહેતાં છતાં મને એક દિવસ મારી શ્રીમતી સાંભરી આવી. કહ્યું છે કે ઘી પીવરાવવા છતાં ઉન્મત્ત માણસ વિશેષ બૂત્કાર કરે છે. મેં કહ્યું-પ્રિયે બહુ દિવસ થયા માટે શ્રીમતી મારી અત્યંત ચિંતા કરતી હશે. માટે મને રાજી થઈને રજા આપ તો જાઉં. તે વિના જવું નથી કારણકે વિચક્ષણ લોકો બંને પક્ષની સંમતિ લઈને કાર્ય કરે છે. ધૂતારી શ્રીમતી અવશ્ય આની સાચેસાચી ફિકર કરતી હશે. એમ ચિંતવતી મગધસેનાએ મને ઉત્તર આપ્યો કે-હે સ્વામીનાથ ! જો તમારે અવશ્ય જવું જ હોય તો મને પણ તમારી સાથે લઈ જાઓ; કારણકે દેવમંદિર ક્યાંય પણ દેવની મૂર્તિ વિનાનું હોતું નથી. તે સાંભળી મેં કહ્યું-તું રાજાના આધીનમાં છો માટે એની રજા લે; કારણકે સામાન્ય માણસના કબજામાં હોય તેવી વસ્તુ ન લેવાય, તો પછી એક રાજાના કબજામાં હોય તેની તો વાત જ શી કરવી ? એ પરથી એણે રાજમંદિરે જઈને રાજાને વિજ્ઞપ્તિ કરી કે મારે આપનું આપેલ ત્રીજું વર માગવાનો અવસર આવ્યો છે માટે એ આપો. રાજાએ હા જ કહી. કેમકે હે અભયકુમાર ! તારા પિતા કદિ પણ અન્યાય કરે એવા નથી. એ પરથી મગધસેનાએ કહ્યું–મારા સ્વામીનાથને હવે પોતાને વતન પાછા ફરવાની ઈચ્છા થઈ છે. માટે આપ આજ્ઞા આપો કે હું પણ એની સંગાથે જાઉં, મારા જેવી એક વેશ્યા હવે એક કુલીન જનની સ્ત્રી થઈ રહે છે તે શું ખોટું છે ? રાજાએ પણ એને જવાની અનુજ્ઞા આપી; કારણકે એકવાર વરદાન કર્યું હોય તે ઉચિત હોય કે અનુચિત હોય પણ તે પાછું ખેંચી
0
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)