Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
મદોન્મત્ત હાથી આ પરદેશીનો અવશ્ય નાશ કરશે કારણકે બીલાડાની પાસે ઉંદર ક્યાં સુધી ક્ષેમકુશળ રહેશે ? એ ખરેખર ભાન વગરનો છે કે આવા હાથીને તિરસ્કાર પૂર્વક હેરાન કરે છે !” પણ મેં તો મારું કાર્ય શરૂ જ રાખ્યું તેથી, એક માણસ રેચને લીધે થઈ જાય તેમ હાથી થાકીને લોથ પોથ થઈ ગયો. એટલે હું તત્ક્ષણ એની પીઠ પર ચઢી ગયો. ક્ષપકમુનિ ક્ષપકશ્રેણિને શિખરે ચઢે છે તેમ. તેજ વખતે લોકોએ જયજય નાદ કર્યા અને મેં મારા કાર્યથી સંતોષ પામેલા મહાવતોને હાથી સુપ્રત કર્યો. પછી હું રથમાં પાછો બેઠો અને એ વારાંગના પણ મારી એ અલૌકિક કળા જોઈને મને અત્યંત ચાહ લાગી. થોડીવારમાં અમે એના ચુનાથી ધોળેલા ઉત્તમ મંદિર પાસે આવી પહોંચ્યા તેમાં અમે પ્રવેશ કર્યો અને ક્ષણવાર હર્ષસહિત વિનોદાત્મક ગોષ્ટી કરી.
આ સમયે એ મગધસેના વેશ્યાએ મને કહ્યું કે-આજે રાજસભામાં નૃત્ય કરવા જવાનો મારો વારો છે; કારણકે અમારો વેશ્યાઓનો એ ધંધો જ છે. માટે તમે પણ ત્યાં આવો અને મારી નૃત્યકળા નીરખો. કેમકે પ્રિયજનો અને કળાના જાણવાવાળા જ્યાં સુધી જુએ નહીં ત્યાં સુધી એ કળાનું નામ કળા નથી. મેં કહ્યું-હું રાજસભામાં આવીશ નહીં. કારણકે ઝાઝા માણસો હો ત્યાં ક્યો વિદ્વાન પંચ થવા આવે ? ( યોનયમુનિ કહે છે) હે મંત્રીશ્વર ! પછી તો તે મને લીધા વિના એકલી રાજમહેલમાં ગઈ. કારણકે ચતુર માણસ પોતાની કુળ પરંપરાની પ્રવૃત્તિનું રક્ષણ કરે છે..
ત્યાં જઈ તેણે, દેવાંગના સુધર્માંસભામાં પ્રવેશ કરે છે તેમ, તમારા પિતા, અમાત્યો, સામંતો અને શ્રેષ્ઠીવર્ગ આદિથી શોભી રહેલી રાજસભામાં પ્રવેશ કર્યો. અને રંગભૂમિ પર આવીને આશીર્વાદથી મનોહર એવી દેવસ્તુતિ કરી; (કારણકે બુદ્ધિમાનોનો એવો રીવાજ જ છે.) “સ્નાત્રમહોત્સવને દિવસે સુવર્ણ ગિરિ એટલે મેરૂપર્વતના વિશાલ શિખર ઉપર, જેમની સમીપે હૂ હૂ આદિ નાટકકાર દેવો વ્યવસ્થિત તાલમાત્રાએ કરી રમ્ય અને મધુર ગીતો ગાઈ રહ્યા છે અને રંભા-મેના-ધૃતાચી વગેરે દેવાંગનાઓ નૃત્ય કરી રહી છે એવા શ્રીમહાવીર ભગવાન તમારું શાશ્વત અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો)
૮૭