Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
તો (સમજણ) હોય છે પણ અહંકારીને શિક્ષા વચન ગમતાં નથી તેથી પુત્રી ચિત્તમાં ઈર્ષ્યા લાવીને કહેવા લાગી-મેં વાર્યા છતાં મારા સ્વામીએ શા માટે ઊંચું જોયું ? પોતે કર્યું એનું ફળ એણે ભોગવવું જોઈએ. મારા મનમાં તો હતું કે એ શૂળી પર રહેલાનું હું ઘણું માંસ ઘેર લાવીશ. પણ એમ બન્યું નહીં. મારા કહ્યા પ્રમાણે એ વર્યા નહીં તો એને એમ જ કરવું જોઈએ. કાન ઉંબેળ્યા વિના રાસમને શી ખબર પડે ?
મારી ભાર્યાની આવી ચેષ્ટા અને આવાં વાક્યો જોઈ સાંભળી મારાં તો રોમાંચ ખડાં થયાં. મને એમ થયું કે-મને ધિક્કાર છે કે કામદેવના બાણના પ્રહારથી જર્જરિત થઈને હું એને કુળવાન જાણીને હર્ષથી પરણ્યો ! પણ એનાં આચરણ એક પ્લેચ્છ સ્ત્રી કરતાં પણ અધમાં ઠર્યા. રૂપમાં તો ઈન્દ્રવરૂણીના ફળ પણ ચઢી જાય છે. મચકુંદના પુષ્પ અને ચંદ્રમાના સમાન ઉજ્વળ શીલાદિ ગુણ ન હોય તો અજાગળસ્તનના જેવાં કુળને શું કરવું છે ? રમ્ય ગુણ વિના કુળ શા કામનું ? ગુણહીન માણસોને કુળ કલંક જેવું છે. કુળને ઈચ્છીએ છીએ તે ગુણને માટે; ધેનુ-ગાયને ખરીદીએ છીએ તે દૂધને અર્થે-દૂધ વિનાની ગાયનો કોણ ભાવ પૂછે છે ? મારો એના પર રાગ થયો હતો એ એને કુલીન જાણીને; પણ જોઉં છું તો એનાં લક્ષણ આવાં નીકળ્યાં ! જાતિ દિગંતરમાં જતી રહો, કુળ પાતળમાં લય પામો, લક્ષ્મી સંતાઈ જાઓ અને રૂપ પણ ભલે વિરૂપ થઈ જાઓ. મનુષ્યને એમાંની એક પણ વસ્તુ જરૂરની નથી; એને ફક્ત પરમ ઉત્કૃષ્ટ એવા શીલની જ આવશ્યકતા છે કે જેથી આ લોક અને પરલોકને વિષે એનું કલ્યાણ કલ્યાણ થઈ જાય. માટે છુટા ફરનારા પક્ષીઓને જેવો પાશ-જાળ છે તેવો મારે આ ગૃહવાસ છે કે હવે મારે ન જોઈએ. કારણકે પરતંત્રતા રૂપી અગ્નિથી દાઝેલા સૌ કોઈ સ્વતંત્રતાને ઈચ્છે છે.” આમ વૈરાગ્ય ઉત્પન્ન થવાથી હું સત્વર તેજ પગલે પાછો ફર્યો; કારણકે આગળ કુવો જોઈને કયો બુદ્ધિમાન પાછો નથી ફરતો ? પછી હું તેજ યક્ષિણીના મંદિરમાં જઈને સૂતો; અથવા તો ગમે તે મિષે પણ દેવની પાસે જઈ રહેવું સારું જ છે.
હું ચિંતાતુર હતો તો પણ ક્ષણમાત્રમાં મને નિદ્રા આવી. અથવા તો
9
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)