Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
કરીને પોતાના આત્માને
આ મહાઅગાધ સંસાર સાગરમાં રઝળાવવો ધાર્યો હશે ? કોઈ શત્રુએ જરૂર આ કૃત્ય સૂરિજી ઉપર કલંક-આળ મૂકવા કર્યું છે. કેમકે પાપી માણસોને કૃત્યાકૃત્યનું જ્ઞાન ક્યાંથી હોય ! પણ ચંદ્રમાં તરફ ફેંકેલી ધૂળ જેમ તેને પહોંચતી નથી તેમ નિષ્કલંકને કલંક લાગતું નથી. અભયકુમાર જ હાર ખોવાય માટે ઉદ્વેગમાં ફરે છે તેજ આ હાર છે, અને એનો ઉદ્વેગ પણ વ્યાજબી છે. આનું પરિણામ શું આવશે ? કંઈ ખબર પડતી નથી. પણ એમાં ચિંતા મારે શી કરવી ? ભાવિ હશે તે બનશે.” આવા વિચારમાં પોતાનો ‘સમય' પૂરો કર્યો.
પોતાને સૂરિજી પાસે જે એક પહોર સુધી જાગરણ કરવાનું હતું તે પહોર પૂરો થયો એટલે ધીમેથી વસતિમાં પ્રવેશ કરતાં એ મુનિ “અતિભય” એટલું બોલી ગયા. એ જોઈ અભયકુમારે પૂછ્યું-હે મુનિ ! તમારે વળી “અતિભય” શો ? એકલા સુખનું જ ધામ એવા મોક્ષમાં દુઃખનો પ્રવેશ ક્યાંથી ? મુનિએ ઉત્તર આપ્યો-હે શ્રાવકશિરોમણિ ! તારું વચન સત્ય છે; કારણકે મુનિઓ તો સાતે જાતના ભયથી મુક્ત છે. મેં તો ગૃહસ્થાવાસમાં અમુક ભય અનુભવ્યો હતો તે સ્મરણમાં આવ્યો એટલે એમ બોલાઈ જવાયું. કારણકે કોઈનું ચિત્ત સતત એક ધ્યાનમાં તલ્લીન રહેતું નથી. એ સાંભળી અભયકુમારે કહ્યું-એ તમારી કથા સાંભળવાની મારી ઈચ્છા છે કેમકે ઉત્તમ પુરુષોના ચરિત્રો અમૃતથી પણ ચઢી જાય છે. મુનિએ કહ્યુંક્ષુધાતુર હોય છે એને જ ભોજન આપવામાં આવે છે. માટે તને જો ઉત્કંઠા હોય તો મારો વૃત્તાંત કહું; સાંભળ;
આચાર્યના ત્રીજા શિષ્ય ધનદનું આત્મવૃત્તાંત.
કોઈ પ્રકારનું દુ:ખ ન હોવાથી હષ્ટ પુષ્ટ બનેલ ગાયોના નિવાસ સ્થાન રૂપ, એક વર્ણનું છતાં ચારે વર્ણોથી શોભી રહેલ એવું અને મોટા કૃષિકારોને આરામરૂપ, એક ગામ અવંતી નગરની પાસે આવેલું છે. તે ગામમાં ક્ષાત્રતેજથી દીપી રહેલો હું-એક ક્ષત્રિય વસતો હતો અને અવંતીના એક ઉચ્ચ કુળવાન ક્ષત્રિયની લક્ષ્મી નામની, સ્વરૂપવાન પણ સાક્ષાત્ પાપની મૂર્તિ હોય નહીં એવી કન્યાને, પરિણામનો વિચાર કર્યા વિના અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો)
૭૧