Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
તે શું પોતાના પતિને સોનું ખવરાવે છે ? અથવા એ તે એને કેટલુંક ખવરાવશે ? એને હવે કેટલીક વાર છે ? એમ વિચારી મેં ઊંચું જોયું તો એ દુષ્ટા શૂલીપર રહેલ મૃતકમાંથી કાપી કાપીને માંસ લેતી હતી, જાણે કર્મના દળ લેતી-બાંધાતી-હોય નહીં એમ. એટલે “આ નગરની યોગિનીનું સ્થાન છે, ત્યાં શું અસંભવિત હોય ? આ જરૂર કોઈ ડાકણ છે” એવો મને નિશ્ચય થયો, અને હું ક્ષત્રિય હોવા છતાં ભય પામ્યો તેથી મારું ખડ્ગ પણ ત્યાં પડતું મૂકીને નગર તરફ પલાયન કરી ગયો. એટલું જ સારું થયું કે મારાં વસ્ત્ર પડી ન ગયાં ! વળી “આ મારો પતિ છે, એ રખેને મને ઓળખી ગયો હશે.” એવી શંકાને લીધે તે મારી પાછળ મને મારવા દોડી. આગળ હું, અને પાછળ મારી જ તલવાર લઈને એ, એમ અમે બંને, બ્રહ્મહત્યા અને મહેશ્વરની જેમ, દોડવા લાગ્યા. હું નગરમાં પેસવા જાઉં છું ત્યાં તો એણે મને મારી જ તલવાર મારા ઉપર જ મારી. મારાજ અશ્વોએ મારે ત્યાં ધાડ પાડ્યા જેવું થયું. પ્રહાર વાગવાથી હું યક્ષિણીના મંદિરમાં કુળદેવીનું સ્મરણ કરતો કરતો પડ્યો કારણકે માણસો સંકટ સમયે હંમેશા કુળદેવતાનું સ્મરણ કરે છે. “હે દેવિ ! સાસરે જઈને સાક્ષાત્ લક્ષ્મી સમાન, કુળદીપક તથા શરમાળ એવી મારી પત્નીને તેડી આવું એવા ઉત્તમ મનોરથ કરતો હું આ નગરીમાં આવ્યો, ત્યાં તો કોઈ ડાકણે મારી આ અવસ્થા કરી છે. મારે અન્ય કોઈનું શરણ નથી, તું જ કૃપા કરી મારું રક્ષણ કર. કારણકે દૃઢ મજબૂત નાવ સિવાય સાગર ક્યાંય તરાયો સાંભળ્યો છે ?”
આ પ્રમાણે અત્યંત પીડા પામતો વિલાપ કરતો હતો ત્યાં કુળદેવતાએ પ્રત્યક્ષ થઈને મને કહ્યું-હે વત્સ ! હે વિખ્યાત વીર શિરોમણિ ! બહુ ખેદ ન કર; ધૈર્ય ધારણ કર. સંપત્તિ આવ્યે જેને હર્ષ થતો નથી; વિપત્તિ આવ્યે વિષાદ થતો નથી અને સંગ્રામમાં પણ ભય લાગતો નથી એવા પુરુષો જ આ જગતના ભૂષણ રૂપ છે. તારા જેવા ક્ષત્રિયમાં પણ કાયરતા આવી તે ગ્રીષ્મ ઋતુના સૂર્યમાં મંદતા આવ્યા જેવું થયું છે. અમારે આ
શાકિનીઓ સાથે વ્યવસ્થા થયેલી છે કે નગરીના બહારના ભાગ પર એમનો હક, અને અંદરનો ભાગ અમારો;;-આમ સૌધર્મ અને ઈશાન
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો)
૭૫