Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
એમાં કોઈ અલૌકિક શક્તિ રહેલી છે. આમ હું તો એ વાનરની કૃપાથી નવો અવતાર પામ્યો; વસંતઋતુમાં વૃક્ષો નવપલ્લવ થાય છે તેમ.
પછી એ વાનરે મારી સમક્ષ લખી બતાવ્યું કે, હે ભદ્ર ! હું પૂર્વભવમાં તમારા જ સુપ્રસિદ્ધ વ્રજને વિષે સિદ્ધકર્મા નામનો વૈદ્ય હતો. આયુર્વેદનું મારું જ્ઞાન સર્વોત્કૃષ્ટ હતું અને હું સર્વ રોગની ચિકિત્સા કરી શકતો હોવાથી બીજા ધનવંતરી સમાન ગણાતો હતો. પણ કરેલાં કર્મોને અનુસાર, મૃત્યુ પછી હું વાનરયોનિમાં જન્મ્યો છું અને મારા યૂથમાં ચૂથપતિ તરીકે આનંદથી આ અટવીમાં ફર્યા કરું છું. એ પ્રમાણે વાનર અને બળવાન વાનર સંગાથે એકદા ક્રીંડા કરતો કરતો હતો. એવામાં એક બળવાન વાનર આવીને મારી વાનરીને વિષે લુબ્ધ થયો. તેની સાથે મારે, સુગ્રીવને -વાલી સાથે થયું હતું તેવું, પ્રખર યુદ્ધ થયું તેમાં મારો એણે સંપૂર્ણ પરાજય કર્યો છે. કારણકે શેરને માથે સવાશેર હોય છે. દુર્યોધને જેમ પાંડવોનું રાજ્ય લઈ લીધું હતું. તેમ એણે પણ મને હાંકી મૂકી મારું નાયકપણું ખુંચવી લીધું છે, હું વિદ્યમાન છતાં મારો વૈરી મારા સર્વ યૂથનો ભોક્તા થયા છે. કારણકે વસુંધરા વીર મોથા છે. મારા યૂથથી ભ્રષ્ટ થયેલો હું હમણા પદભ્રષ્ટ થયેલી રાજાની જેમ એકલો ફરું છું. ફરતો ફરતો અહીં આવી ચડ્યો તે પણ જાણે તારા પ્રારબ્ધના યોગે તારા આયુષ્યના બળે આકર્ષાઈને જ, એમ જાણજે. તને જોઈને, હે મહાભાગ ! મને વિચાર થયો હતો કે મેં આને ક્યાંક પૂર્વે જોયેલ છે.વારંવાર ઉહાપોહ કરતાં મને મારી પણ પૂર્વભવની જાતિ અને વૈધવિદ્યાનું સ્મરણ થયું. એટલે ઔષધીઓ શોધી લાવી તેથી તને સાજો કર્યા છે, કારણકે સપુરુષોની સર્વ વિદ્યા પરોપકારને અર્થે જ હોય છે. તો હવે પેલા મારા શત્રુ પાસેથી મને મારું ચૂથ પાછું મળે એમ કર-સુગ્રીવે રામને સહાય કરી હતી તેવી રીતે મને સહાય કર. કારણકે આપણી પોતાની વસ્તુ પણ પારકાના હાથમાં ગઈ હોય તે પ્રાણને જોખમમાં નાખ્યા વિના મળતી નથી.
હે અભયકુમાર ! (મુનિ પોતાનો વૃત્તાંત કહેતાં કહે છે કે, તે વખતે મેં વાનરને કહ્યું–મારા પ્રાણ બચાવનારે આટલું જ શું માગ્યું-આટલી નજીવી માગણી શું કરી ! એક પુત્ર પ્રભાતમાં ઉઠીને પોતાના માતાપિતાને અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો)
૬૫