Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
નમસ્કાર કરે-પછી આદર સહિત સુગંધી તેલ વડે અત્યંગ કરી ઉષ્ણ જળથી સ્નાન કરાવે, પોતે પાસે બેસી મક્ષિકાને દૂર રાખી એમને ઉત્તમ ભોજન કરાવે; ચંદનાદિનું વિલેપન કરાવે, સુંદર વસ્ત્રાભરણ પહેરાવે અને ઉપરાંત શ્રવણની જેમ ભક્તિસહિત અવિશ્રાન્તપણે સ્કંધ પર લઈ તીર્થયાત્રા કરાવે-આ પ્રમાણે માતપિતાની સેવા કરનાર પુત્ર એમના પર જે ઉપકાર કરે છે એનાથી પણ અધિક ઉપકાર તેં મારા પર કર્યો છે. તો. તારા ઉપકારનો બદલો મેં તોજ વાળ્યો કહેવાય કે જો, તેં મને પ્રાણાંત કષ્ટ થકી બચાવ્યો તે જ પ્રમાણે, હું પણ તને આવા ગાઢ દુ:ખમાંથી મુક્ત કરું. અથવા તો મને તો એમ જ લાગે છે કે એમ કરવાથી પણ મેં તારા પર ઉપકાર કર્યો નહીં કહેવાય. કારણકે ઉપકાર તો એનું નામ કે જે આપણે પ્રથમ ઉપકૃત થયા સિવાય કરીએ. ઉપકારની સામે ઉપકાર કરવો એતો વણિકશાહી ધર્મ છે, જમા ઉધાર છે; એમાં કંઈ સાધુતા નથી. તો પણ તારા શત્રુનો પરાજય કરવારૂપ કાંઈક ભક્તિ તો, ચાલ હું કરું અથવા તો લોકો ચંદ્રમાના દર્શન કરે છે એને એનું (ચંદ્રમાનું) સન્માન કર્યું કહે છે. (તેમ હું જે તારી ભક્તિ કરીશ તેને લોકો પોતાના મત પ્રમાણે “ઉપકાર” માનશે.)
પછી એ વાનર મને જ્યાં પોતે પૂર્વે પોતાના યૂથ સંગાથે ક્રીડા કરતો હતો ત્યાં લઈ ગયો; અને એક વૃક્ષ નીચે મને બેસાડ્યો. કારણકે કાર્યસિદ્ધિમાં એકલું બળ નહીં, પરંતુ બુદ્ધિ પણ જોઈએ છીએ. પછી તે પોતાના શત્રુ સાથે લડવા લાગ્યો. કારણકે ધણી પાસે હોય ત્યારે એક શ્વાન પણ જોર બતાવવા મંડે છે. ત્યાં એ બંનેએ દાંતીઆ કરી કરીને, પૂછડાં ઉલાળી ઉલાળીને, તથા વળી પૃથ્વી પર પછાડી પછાડીને, આકાશને વિષે અદ્ધર ઉછળી ઉછળીને, મોટેથી હુકહુક કરીને, ક્રોધથી નેત્રો લાલચોળ કરી કરીને, મુઠીઓ ઉગામી ઉગામીને, એકબીજાના કેશ પકડી પકડીને. સામસામા બચકાં ભરી ભરીને, અને એકબીજાના શરીર નખવતી વિદારી વિદારીને જબરું યુદ્ધ કર્યું. વાલિ અને સુગ્રીવના યુદ્ધ જેવું એ યુદ્ધ હું પણ આશ્ચર્ય સહિત જોઈ રહ્યો. મેં એ પણ જોયું કે યુથમાંથી એકપણ વાનરે આ બે યોદ્ધામાંના એકને પણ સહાય કરી નહીં. અથવા
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)