Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
નિર્દય માર ખાવાથી મને બહુ પીડા થવા લાગી. લોકોએ પરવશતાને નરકની ઉપમા આપી છે તે યથાર્થ જ છે. પછી મને એવી અવસ્થામાં મૂકીને, સાક્ષાત્ મારાં અશુભ કર્મના ઓઘ-સમૂહ જેવો એ પલિપતિ સૂઈ ગયો. મારી સ્ત્રી અને એ બંને ગાઢ નિદ્રામાં પડ્યા એવામાં કોઈ શૂનીએ આવીને મારું ચામડાનું બંધન કરડી ખાધું એટલે મારો નિર્વિઘ્ન છટકો થયો. એટલા માટે જ કહ્યું છે કે પાપી લોકો સૂતા જ સારા.
આવી આશ્ચર્યકારક ઘટના જોઈને મને વિચાર આવ્યો કે મેઘની ગતિની જેમ કર્મની ગતિ પણ જાણવાને કોઈ શક્તિમાન નથી. મને બંધન કેવું ? ત્યાં વળી આ લોકોને નિંદ્રા ક્યાંથી ? એમાંયે વળી એ શ્વાન આવી ચઢે ક્યાંથી ? ને સહસા મારું બંધન કરડી ખાય ક્યાંથી ? ઝાઝું શું ? આમાં કર્મ જ સુખદુઃખનું હેતુભૂત છે. પણ ત્યારે શું આ પલ્ટિપતિને એના જ ખગથી મારી નાખીને વેર લઉં ? અથવા એ બિચારાનો કંઈ દોષ નથી, એને શા માટે મારવો ? દોષ સર્વ મારી સ્ત્રીનો છે. ત્યારે શું એને મારી નાખું ? અથવા એવી દુષ્ટાને પણ લઈને ઘેર જતો રહું? કારણકે સ્ત્રી ગમે તેવી હોય તોયે પારકે ઘેર એને ન રહેવા દેવી જોઈએ એમ કહે છે. એમ નિશ્ચય થયો, એટલે મેં એને ચોર ન જાગી જાય એમ ઉઠાડી અને ખડગ બતાવીને કહ્યું-દુષ્ટા ! નિર્લજ્જ ! મારું અનિષ્ટ કરનારી તું જ છો. માટે જો કંઈ પણ બોલીશ તો આ ખડગવતી તને ઠાર કરીશ. મેં આટલું કહ્યું એટલે તો એ મારી આગળ ચાલી. મારા હાથમાં ખગ હતું અને અમે બંને અમારા ગામ ભણી ચાલી નીકળ્યા. પણ એ વખતે મારી દુષ્ટ સ્ત્રી તસ્કરને જણાવવાને માટે ગાઢ અંધકારમાં પોતાના વસ્ત્રના છેડામાંથી કટકા ફાડી ફાડીને વેરતી આવી; કારણકે સર્વ કોઈ વેર લેવાને માટે સ્વશક્તિ અનુસાર પ્રયત્નો કરે જ છે.
એવામાં રાત્રિ વીતી ગઈ તે જાણે મારે મારી સ્ત્રીનો સમાગમ થયો. તે જોવાનું રાજી ન હોય એટલા માટે જ હોય નહીં ! માર્ગમાં એક વાંસનું ગંભીર વન આવ્યું તેમાં અમે પેઠા એટલે મને એમ થયું કે હવે તો લંકામાં પેઠો. પણ પુરુષમાં એકલું બળ છે; બુદ્ધિ તો સ્ત્રીની જ. એટલે કે મારી સ્ત્રીએ રસ્તે બુદ્ધિ વાપરીને જે વસ્ત્રના કટકા વેર્યા હતા તેને અનુસાર
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો)
૬૩