Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
કહેવત છે કે જીવતો નર ભદ્રા પામે. આજે પલ્લીપતિ ક્યાંય બહાર જવાનો છે માટે તે ગયા પછી તમે મારી પાસે આવજો. અહીંથી છુટવાનો ઉપાય છે તે હું તમને પછી જણાવીશ કેમકે ગુપ્તવાત એકાંત વિના કહેવાય નહી.”
હે અભયકુમાર ! (મુનિ પોતાનો વૃત્તાંત જણાવતાં કહે છે) મારી સ્ત્રીના આ શબ્દોથી જાણે કૃતાર્થ થઈ હોય એમ વૃદ્ધા મારી પાસે આવીને હર્ષપૂર્વક કહેવા લાગી-હે વત્સ ! તારી સ્ત્રી તારાજ ચરણકમળનું ધ્યાન ધરતી આ શઠ લોકોના ઘરમાં રહી છે; સીતા રાવણને ત્યાં રહી હતી તેમ. અને એણે કહેવરાવ્યું છે કે પલ્લીપતિ બહાર જાય ત્યારે તમારે મારી પાસે આવવું. એક વકીલ પોતાના અસીલનું કહેવું ન્યાયાધીશ આગળ રજુ કરે તેમ વૃદ્ધાએ મારી સ્ત્રીના એ જુઠા મીઠા શબ્દો મને કહી સંભળાવ્યા. પછી જ્યારે પલ્લીપતિ બહાર ગયો ત્યારે અત્યંત ઉત્કંઠિત એવો હું સંધ્યા સમયે મારી સ્ત્રીની પાસે ગયો કારણકે સંધ્યાસમય એજ ગુપ્ત મળનારાઓનો સમય છે. આહા ! મને જોઈને એ વેશ્યાની જેમ કૃત્રિમ પ્રેમ દર્શાવતી મને સામી લેવા આવી. પછી જાણે મારા કર્ણને વિષે અમૃત વર્ષાવતી હોય એમ કોકિલના જેવા મધુર સ્વરથી મારી સાથે એ દુષ્ટા વાત કરવા લાગી.
“હે સ્વામીનાથ ! આપ ભલે પધાર્યા, આપ દીર્ઘાયુ હો; મારાં પૂર્ણ ભાગ્ય કે મને આપના દર્શન થયા ! પણ મને આટલું ન ગોઠ્યું કે આપને મારી પાસે આવવું પડ્યું; કારણકે સમુદ્ર નદીને મળવા જતો નથી, નદી જ સમુદ્રને મળવા જાય છે. પણ પ્રિય ! હું કરું છું ? પરવશ પડી એટલે નિરૂપાય. હંસને મળવાની ઉત્કંઠા ઘણી છતાં પણ પાંજરામાં બંદિખાને પડેલી હંસી શું કરી શકે ? આજે આપનાં મને ઘણે દિવસે દર્શન થયાં; ચોમાસું વ્યતીત થયા પછી કમલિનીને સૂર્યના દર્શન થાય તેમ.” ઘણે કાળે એકઠા થયેલા બંધુ ઉપર થાય એવો પ્રેમ દર્શાવતી એ દુષ્ટા વળી રડવા લાગી. એ જોઈને મને એમ થયું કે અહો ! આનો મારા ઉપર કોઈ અવણ્ય સ્નેહ છે. પછી તો મને એના ઉપર ગાઢ વિશ્વાસ બેઠો કારણકે માયાથી કોણ નથી છેતરાતું ? હું મારે હાથે એની આંખોના પાણી (આંસુ) લુછવા લાગ્યો તે જાણે હું એનું પાણી ઉતારતો ન
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)
૬૦