Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
એ ચોરલોકોની પાળે પહોંચ્યો. ત્યાં દ્રવ્યાદિકથી એક વૃદ્ધા (વૃદ્ધ સ્ત્રી) ને વશ કરીને એની સાથે મેળાપ બાંધ્યો. એણે મને કહ્યું-વત્સ ! દુષ્કર હશે તો પણ હું નિશ્ચયે તારું ઈચ્છિત પાર પાડી દઈશ. મેં કહ્યું- હે માતા ! આ પલ્લીમાં કોઈ એવું નથી કે જેની આગળ હું મારી વાત કહી શકું. પારકું કાર્ય પાર ઉતારી આપનાર તું જ એક છો. ખારા પાણીવાળા મરૂદેશમાં તુંજ મીઠા જળની કૂપિકા છો. હે માતા ! તું પોતાના બંધુજનોની ઉપર વત્સલભાવ રાખે છે અને એવા વત્સલજનોની સમક્ષ જ માણસ પોતાનો અભિપ્રાય દાખવી શકે છે માટે હું વિજ્ઞાપના કરું છું કે
હું x x x ગામનો વતની છું અને મારું નામ x x x છે. મારી સ્ત્રીને મારે ગામથી ચોરલોકો અહીં ઉપાડી લાવ્યા છે. તે આ વખતે આ પલ્લીના નાયકના ઘરમાં છે. કારણકે રત્ન ગમે ત્યાં જાય છે પણ સર્વ સ્થળે એની કિસ્મત થાય છે. એટલું કહીને એની સાથે મેં મારી સ્ત્રીને કહેવરાવ્યું કે-હે હરિણાક્ષી ! તારા પગલાંથી પવિત્ર થયેલી આ પલ્લીમાં તારો પતિ તારા પરના પ્રેમથી આકર્ષાઈને આવ્યો છે.” કારણકે સ્ત્રી પુરુષના ગુપ્ત સંદેશા લાવવા લઈ જવામાં વૃદ્ધ સ્ત્રીઓનું જ કામ છે. પેલી વૃદ્ધાએ પણ મારો શિષ્ટાચારયુક્ત પ્રિય સંદેશો તલ્લણ મારી પ્રિયાને પહોંચાડ્યો કે“હે સુંદરી ! તારો સ્વામી અત્રે આવ્યો છે. તારા સમાન સદગુણી સ્ત્રી ઉપર તેનો સ્નેહ યોગ્ય જ છે કેમકે ગુણોને વિષે સર્વનો પક્ષપાત હોય છે જ. એણે મને તારી પાસે મોકલી છે માટે તારે જે ઉત્તર આપવો હોય તે આપ.” મારી સ્ત્રીએ પણ એ વૃદ્ધાને કૃત્રિમ સ્નેહભર્યો ઉત્તર આપ્યો કેએ આવ્યા એ બહુ સારું થયું છે કેમકે એ મને અહીંથી ગમે તેમ છોડાવશે. બીજું કોઈ આવ્યું હોત તો હું છૂટી થાત યા ન થાત.
આપણી આ આંગળીઓ છે તે ગમે તેટલી પાસે પાસે છે, છતાં પણ અંતર એટલું અંતર છે; તેમ ગમે તેવા પ્રેમી બંધુઓ સ્નેહ શિરચ્છત્ર સ્વામીનાથના સ્નેહ પાસે પાણી ભરે. હે માતા ! તમારે એમને આદરપૂર્વક કહેવું કે- “ચોર લોકો ઉપાડી ગયા છતાં હું આ જીવિત ધારણ કરું છું તે ફક્ત આપના સંગમની આશામાં. કારણકે આખું જગત્ આશાને આધારે જ રહે છે. મારું મૃત્યુ ન થયું તે ઠીક થયું છે, નહીંતર આપણો મેળાપ થાત નહીં.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો)
પ૯