Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
કહ્યું છે કે નીચ જનની સાથે રહેવાથી નીચ આચરણ થાય છે અને તેથી જ માણસ એવાની સાથે લપટાય છે. શેઠની સ્ત્રીએ મેદિનીને પ્રીતિને લીધે તેના કુટુંબ સહિત પોતાના ઘર પાસે લાવીને રાખી. કહેવત છે કે ગાઢ પ્રેમથી પરવશ બનેલા માણસો પોતાની નિંદાની પણ દરકાર કરતા નથી. હવે પુરોહિત પુત્રનો જીવ જાતિમદને લીધે મેદિનીની કુક્ષિએ પુત્રપણે અવતર્યો; અથવા તો કર્મ યોગ્ય અવસરે નિશ્ચયે યોગ્ય ફળ આપે જ છે. વળી શેઠની સ્ત્રી જેને નિરંતર મૃતબાળક જ અવતરતાં હતા. તેણે પણ તેજ વખતે એક મૃતબાળાને જન્મ આપ્યો. કહેવત છે કે આ જગતમાં કોઈના સર્વે મનોરથો વિધિએ પૂર્યા નથી.
મેદિનીએ તે વખતે સખીને પોતાનો પુત્ર આપવાની અને પ્રાણરહિત બાળા પોતે રાખી લેવાની વાત કરી. કારણ કે પોતાનું બગાડીને મિત્રનું કાર્ય સાધી આપવું એને જ પંડિત પુરુષો મૈત્રી કહે છે. એ સાંભળીને શેઠની સ્ત્રીએ એ પુત્રને સદ્ય ગુપ્ત રીતે પોતાને ઘેર મંગાવી લીધો; એક નિર્ધન મનુષ્ય ક્યાંથી કોઈનો દ્રવ્યભંડાર મળી જવાથી છાની રીતે પોતાના ઘરભેગો કરે છે તેમ. શેઠ તો પુત્ર જન્મ્યો જાણીને તત્ક્ષણ બહુ હર્ષ પામ્યો; અને મેઘ એટલે વર્ષાદનો છંટકાવ થવાથી નીપવૃક્ષ અંકુરિત થાય એમ એ પણ રોમાંચિત થયો. વળી એ શેઠ એમ પણ ચિંતવવા લાગ્યો કે અહો ! મારે પુત્ર થયો એટલું જ નહીં પરંતુ એ જીવતો પણ રહ્યો; એટલે તો મારે ભોજન, અને તે પર દક્ષિણા પણ મળે એવું થયું. ધનવાન શેઠે વળી આ પ્રસંગે હોંશેથી વૃદ્ધ વર્ઝનક મહોત્સવ પણ કર્યો; કારણકે શું પ્રિય પુત્ર અવતર્યે માતપિતા પોતાના મનોરથો નથી પૂરતા ?
•
પછી અવસરે શેઠે પોતાના સમાન ગોત્રિકોની સમક્ષ, પુત્રનું, ગુણને અનુસારે, નામ પાડ્યું. એમ કે આર્ય (પ્રભાવશાળી) જીવને લીધે વંશ મેત એટલે ટકી રહ્યો માટે મેત આર્ય-મેતાર્થ એવું નામ હો. હવે આ બાળક પિતાના ગૃહને વિષે શુક્લ પક્ષના ચંદ્રમાની પેઠે દિનપ્રતિદિન વધવા લાગ્યો. અનુક્રમે પિતાએ એને સમગ્ર ઉચ્ચ કળાનું જ્ઞાન અપાવરાવ્યું. એમ કરતાં કરતાં એ બાલ્યાવસ્થા પસાર કરીને સુંદર સ્ત્રીઓને મોહ ઉપજાવનાર એવી યુવાન વયે પહોંચ્યો; જેવી રીતે આમ્રફળ ખટાશગુણને અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)
૨૮