Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
ઈચ્છતો હોય નહીં ! (એવો ભાસ થવા લાગ્યો.) વળી એને વિષે ફીણ ફીણ થઈ રહ્યા હતાં તેથી તો જાણે શ્વેતવસ્ત્ર ધારણ કરીને હર્ષ સહિત મગધ દેશની નદીઓને જાતે વરવાને આવેલો વરરાજા હોય નહીં એવો દેખાતો હતો ! શંખ-છીપો-મોતી અને મણિઓના સમૂહ પણ એને વિષે હતા તે જાણે મગધરાજને માટે પ્રીતિ સહિત તે તે વસ્તુઓની ભેટ લાવ્યો હોય નહીં એમ સમજાતું હતું ! અને મત્સ્ય-મકર-કર્મ વગેરે જે એનામાં હતા તેને ન્હાને તો અત્યંત હર્ષઘેલો સમુદ્ર, જાણે પોતાના કુટુંબીઓને બતાવવાને ઉદ્યત થયો હોય નહીં (એમ જણાતું હતું !).
આવા દેવમાયાથી આવેલા સમુદ્રના જળમાં સ્નાન કરીને શ્રેષ્ઠિપુત્ર મેતાર્ય પૂર્ણ શુદ્ધ થયો. કારણ કે માનવજનથી શુદ્ધ થયેલાઓ પણ દેવતાઓથી વિશેષ શુદ્ધિ પ્રાપ્ત કરે છે. પછી “હવે બહુ થયું” જાણી શ્રેણિકરાજાએ એને પોતાની પુત્રી આપી. આમ નવનવ સ્ત્રીઓના સહવાસમાં એ વણિકપુત્ર પાલખીમાં બેસીને નિરંતર નગરને વિષે ફરવા લાગ્યો; કારણકે એવા પુરુષોની ભાગ્યસંપદા કોઈ અવર્ણનીય પ્રકારની હોય છે. વળી એવી પતિપરાયણ, કુળવાન અને શીલવ્રતવાળી એ નવ પત્નીઓથી મેતાર્ય, એક ધર્મબુદ્ધિ મુનિ બ્રહ્મચર્યની નવ ઉત્તમ વાડ વડે શોભે તેમ, શોભવા લાગ્યો. અને સર્વ સ્ત્રીઓ સંગાથે નિશદિન સુંદર વિષયસુખ ભોગવતાં જાણે બાર દિવસ જ થયા હોય નહીં તેમ બાર વરસ વ્યતીત થયાં.
એ વખતે અવધિ પૂરો થયો એટલે એનો મિત્ર-દેવતા હતો તે એને ચારિત્ર લેવાનું સમજાવવાને પુનઃ ત્યાં આવ્યો. કારણ કે સત્પરષોનો પોતાના મિત્ર પ્રત્યે સર્વદા સ્નેહ રહે છે. પણ મેતાર્યની સ્ત્રીઓએ એ દેવતાને કહ્યું- હે દેવ ! કૃપા કરીને, ત્યારે અમને પણ એટલા વર્ષ આપો. જે કૃપા તમે એકને દર્શાવી તે અમને નહીં મળે ? પોતાના મિત્રની સ્ત્રીઓના આવા ઉપરોધથી એમને પણ દેવતાએ હા કહી. પ્રાર્થના કર્યાથી કલ્પવૃક્ષો પણ મનવાંછિત પૂરે છે તો દેવતા પૂરે એમાં શું ? આમ મેતાર્ય ચોવીશ વર્ષ પર્યન્ત દેવસુખ ભોગવતો પૂર્વભવના સંચિત કર્મને લીધે ગૃહસ્થાશ્રમમાં રહો; કારણકે બંધનોથી જકડાયેલો હોય એ બંદિખાનામાંથી
૩૨
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)