Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
સર્ગ સાતમો. શુદ્ધ સમક્તિથી શોભતા શ્રેણિકરાજા ચેલ્લણા આદિ અનેક રાણીઓ સાથે અંત:પુરને વિષે દિવસો નિર્ગમન કરે છે; અને સર્વનીતિનો ભંડાર, ઉત્તમવિક્રમશાલી, બુદ્ધિમાન મંત્રીશ્વર અભયકુમાર પણ ધર્મ, અર્થ ને કામ-એ ત્રણે પુરુષાર્થ સાધતો સર્વ રાજકાર્યભાર ચલાવે છે. એવામાં અત્યંત સુખમાં રહેતી ચેલ્લણારાણીનો દુર્દરાંકદેવે આપેલો હાર એકદા, બંધુઓનો સ્નેહ ત્રુટે છે તેમ ત્રુટી ગયો. બહુ વક્ર હોવાથી એ હારને કોઈ પાછો સાંધવા સમર્થ થયું નહીં. અથવા તો વંશ એટલે જે વાંસ-તેના વનના અતિ ગહન એવા મધ્યભાગને ક્યાંથી જ જોઈ શકાય ? વળી કોઈ એ હાર કેમ સાંધવો તે જાણતા હતા છતાં. “જે એ હાર સાંધશે તે મૃત્યુ પામશે એમ હતું તેથી” એને સાંધવા તૈયાર થયું નહીં. કેમકે પ્રજ્વળી રહેલી અગ્નિમાં કોણ પડે ? ભયંકર સર્પના મુખને વિશે કોણ હાથ નાખે ?
એટલે શ્રેણિકરાજાએ પટહ વગડાવી ઘોષણા કરાવી કે જે કોઈ એ દિવ્ય હાર સાંધી આપશે એને એક લક્ષદ્રવ્ય આપીશું. કારણકે આવાં મહત્વનાં કાર્યો બહુ દ્રવ્ય વિના થાય જ નહીં. એ સાંભળી કોઈ મણિકારે (મણિયારે) વિચાર કર્યો કે “એ હાર સાંધીને હું દ્રવ્ય ગ્રહણ કરું. શા માટે એવા લક્ષદ્રવ્ય વૃથા જતા કરવા ? મને અgણું વરસ થયાં છે, સોમાં બે ઓછાં છે. વળી લક્ષ્મી દુર્લભ છે, પ્રાણ તો ફરી જન્મશું ત્યારે આવશે જ. મારા નામનો ઉદ્ધાર કરનારા આ પુત્રો છે તે જીવે છે એ બસ છે. પોતાના પુત્રોને અર્થે આજીવિકા પૂરતું ન આપે એ પિતા શાનો?” એમ વિચારીને પટહ વગાડનારા પાસે જઈને એણે પટહને છળ્યો.-તે જાણે એણે કાળરૂપી સુતેલા સર્પને જગાડ્યો હોય નહીં ! એણે રાજા પાસેથી પહેલા જ અર્ધ લક્ષ હસ્તગત કર્યા; કારણકે ઠામવાસણ લેવાં હોય તો એનું પણ પહેલેથી બહાનું દેવું પડે છે.
- પછી તે એક એકાંત સ્થળે એ હાર સાંધવા-પરોવવા લઈ ગયો; કારણકે સુંદર કાવ્યરચના કરવી હો તે યે એકાંતમાં જ થાય છે. પછી ત્યાં સરખી ભૂમિને વિષે એ હાર પાથરીને મોતીઓ બરાબર ગોઠવ્યા અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો)
૪૧