Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
થયો.) સદ્ગુરુ પોતાની વાણીથી (શ્રોતા) જનોને કરે છે તેવી રીતે ચંદ્રમાએ પણ ચન્દ્રિકાવડે સર્વ જગતને ઉજ્વળ બનાવી દીધું !
તે સમયે મણિકારના પુત્રે વિચાર કર્યો કે “આ મારા ઘરમાં આવ્યો છે તે હાર નથી આવ્યો; પરંતુ વાતાફીર એટલે વમન કરેલો આહાર આવ્યો છે. માટે એને ઘરમાં રાખવો યુક્ત નથી) જો રાજાને ખબર પડશે તો મારે માથે આપત્તિ આવી પડશે; અથવા તો દુષ્ટલક્ષણવાળો અશ્વ ઘરમાં હોય ત્યાં સારાવાના ક્યાંથી હોય ? વળી એને ગમે એટલો ગુપ્ત રાખીશ તો પણ થોડા દિવસમાં એની લોકોને ખબર પડ્યા વિના નહીં રહે; કારણકે પ્રમાર્જનસૌરકળા, ચંદ્રમાની જ્યોત્સના, ચોરી, સ્ત્રીભોગ, અને સ્ત્રીને કહેલી ગુપ્ત વાત-એટલાં વાનાં ચોથે દિવસે પ્રકટ થયા વિના રહેતાં નથી.” એમ ધારીને એણે હાર વાનરને પાછો આપ્યો; અથવા તો. કયો ડાહ્યો પુરુષ આપત્તિને વસ્ત્રને છેડે પોતાને માથેથી નથી ઉતારતો ?
પછી વાનરે, હાર પોતાની પાસે પાછો આવ્યો જોઈ, વિચાર કર્યો કે, જેના ઘરમાં હું હાર મુકી આવીશ તેના કદાચિત પ્રાણ પણ રાજા લે; કારણકે ચોરી એ સર્પ કરતાં પણ અધિક છે. માટે તેને વૃથા દંડાવી તેનો વિનાશ કરાવવાથી મારા હાથમાં શું આવશે ? પાડો મુંડવાનું નાપતિને કંઈ મળતું નથી તેમ મને આમાં કંઈ મળશે નહીં. પૂર્વ જન્મના પાપને લીધે આ. જન્મમાં તો હું આવી નીચ યોનિને વિષે ઉત્પન્ન થયો છું. તો હવે વળી એના કરતાં વધારે પાપ શા માટે બાંધુ ? માટે હું હાર કોઈ મુનિની પાસે મૂકી આવું. એમ કરવાથી બધાં સારાં વાનાં થશે. મારી પાસે મારું પોતાનું તો કાંઈ નથી તો પારકી વસ્તુ વડે પણ, સાક્ષાત ધર્મ જેવા આ આચાર્ય અહીં છે એમની ભક્તિ કરું. એમ વિચારી મનમાં પાકો નિશ્ચય કરી હાર સુસ્થિત આચાર્યને કંઠે આરોપણ કરી તે વાનર પોતાને સ્થાને જતો રહ્યો.
દૂધ જેવાં ઉજ્વળ મોતીવાળો હાર મુનિને કંઠે રહ્યો છતાં, જાણે, (મુનિના) હૃદયમાં ન સમાવાથી (તેમાંથી) બહાર નીકળી આવેલું ધર્મધ્યાન હોય નહીં ! (એમ દીસતું હતું.) વળી હારના મોતીઓને વિષે ચંદ્રમાના પ્રતિબિંબ પડતા હતા તે જાણે વિવિધરૂપ ધારણ કરીને એ તારારૂપી સ્ત્રીઓના ઉત્સગને વિષે ક્રીડા કરી રહ્યો હોય નહીં એવો ભાસ થતો
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)
પ૦