Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
હતો ! મુનિરાજે હાર મળવાથી અમને કેમ ત્યજી દીધા માટે ગમે તેમ એનું વેર લેવાને એને લોભના પાશમાં નાખીએ એમ નિશ્ચય કરીને જ જાણે અલંકારોએ મળીને, હારને આચાર્યની પાસે રહેવાને માટે મોકલાવ્યો હોય નહીં ! અથવા તો સૂરિજીને વરવાની ઈચ્છાવાળી મુક્તિસુંદરીએ જ જાણે એમના કંઠને વિષે એ વરમાળા આરોપી હોય નહીં !
એટલામાં આચાર્યશ્રીનો શિવ નામનો શિષ્ય, એમની પાસે જાગરણ કરવાને માટે આવ્યો; જેમ મંત્રસાધકની સિદ્ધિને માટે ઉત્તરસાધક રહે છે તેમ. ગુરુના કંઠમાં મનહરકાંતિવાળો હાર જોઈને, ખડ્ગ-પંજરથી બીધેલા માણસની જેમ શિષ્ય તો ધ્રુજવા લાગ્યો. નિશ્ચયે આ એજ હાર છે કે જેને માટે નિર્ભય એવો પણ અભયકુમાર અત્યંત વ્યાકુળ થયો છે. મુનિજન પારકા તરણા સરખાથી ત્રાસ પામે છે; અને એવાના કંઠમાં આ હાર કોઈએ નાખ્યો છે; એ વાત વિપરીત થઈ છે. અજીર્ણ આહાર હોય નહીં એવો આ હાર મુનિની પાસે હોવાથી એનું શું પરિણામ આવશે એ કહી શકાતું નથી. કોઈની પણ દૃષ્ટિએ પડશે તો હીલના થશે; અથવા તો વિવાદ એજ છે ચેષ્ટા જેની એવું દૈવ પોતાનું ધાર્યું જ કરે છે.
આ પ્રમાણે મનને વિષે પીડા પામતા સાધુએ અનેક સંકલ્પ વિકલ્પો કરતાં પોતાની અવધિ પૂરી કરી. એટલે પાછા વસતિમાં પ્રવેશ કરતાં ભયથી મુંઝાયા તેથી “નિસિહી” ને બદલે નિદ્રામાં બીધેલા માણસની જેમ ‘ભય' એટલો શબ્દ બોલી ગયા. એ જોઈ અભયકુમારે પૂછ્યું “હે મુનિવર ! જગતના સર્વ ભાવોથી દૂર રહેલા આપ જેવા મહાત્માને ભય શાનો લાગ્યો ? ચોર, અગ્નિ, સગાસંબંધી, રાજા અને જળ આદિનો ભય કહેવાય છે; એ ભય, પરિગ્રહ નહીં ધારણ કરવાવાળાને હોવો ન જોઈએ. મુનિએ ઉત્તર આપ્યો-હે શ્રાવક ! સાધુઓ તો હંમેશા નિર્ભય હોય છે. પણ મને તો ગૃહસ્થાશ્રમને વિષે અનુભવેલો ભય યાદ આવ્યો. અભયકુમારે પૂછ્યું-આપ મહાત્માને કેવી રીતે ભયનો અનુભવ થયો હતો તે સાંભળવાની મારી ઈચ્છા છે તો તે કહેશો. મુનિએ કહ્યું - હે બુદ્ધિમાન ! શ્રાવક શિરોમણિ ! તારા જેવા વિદ્વાન હોય છે. તે કથાના રસને સમજે છે માટે કહું છું, સાંભળ-”
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો
વિ
મ