Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
સાતમો દિવસ છે પણ હારની ભાળ મળી નહીં; અગાધ ઊંડા મહાસાગરમાં ડૂબી ગયેલા વહાણની લોકોને ભાળ મળતી નથી તેમ. તેથી એ વિચારવા લાગ્યો; હારનો તો ક્યાંય પત્તો નથી, અને પૂજ્ય પિતાશ્રીએ આપેલી અવધિમાંથી ફક્ત એક રાત્રિ બાકી રહી છે. હારનો પત્તો નહીં મળે તો કોણ જાણે સ્વામી મને શુંયે કરશે ? કારણકે જ્યાં સુધી ધણીની આજ્ઞા પૂરી બજાવી દઈએ છીએ ત્યાંસુધી જ એઓ સારા છે. શેઠ તુક્યા હોય તો જ સારા. રૂઠ્યા હોય તો તો દૂરથી જ નમસ્કાર કરવા જેવા છે ! હવે તો હું આજની રાત્રિ ધર્મધ્યાનમાં વ્યતીત કરું. આ દુઃખ આવી પડ્યું છે તે કદાચ એમ નષ્ટ થાય, ને આ ઉત્કૃષ્ટ હાર ખોવાયો છે તે વખતે મળી જવો હોય તો મળી જાય; કારણકે ધર્મ વિપત્તિને દૂર કરીને સુખ સંપત્તિ આપનારો છે.” એવો નિશ્ચય કરીને અભયકુમાર ઉપાશ્રયે ગયો અને ત્યાં મુનિઓને પરમ ભક્તિ સહિત વંદન કર્યું. કારણકે એવી ભક્તિને અન્ય કોઈ યોગ્ય નથી. એ પ્રમાણે ઉપાસના કરી અન્ય સર્વ વ્યાપારનો ત્યાગ કરી, મુનિને કેવુંક સુખ હોય છે તે જોવાની ઈચ્છાથી જ જાણે હોય નહીં એમ દર્ભની શય્યાને વિષે બેઠો.
આ વખતે, હારને કોઈએ કદાચિત્ અહીં (સમુદ્રમાં) સંતાડ્યો હોય તો તેને મારાં કિરણોવડે ખોળી કાઢું એમ ધારીને જ જાણે, સહસ્ત્ર કિરણ સૂર્યે સમુદ્રને વિષે પ્રવેશ કર્યો; અસ્ત પામવાનું તો માત્ર એક બહાનું જ હતું ! ઊંચા રક્તવર્ણના વાદળાંઓ વડે આકાશને, ચળકાટ મારતા ત્રાંબાનું સ્વરૂપ આપતી સંધ્યાએ પણ પૃથ્વીને સર્વત્ર રક્ત બનાવી દીધી ! અભયકુમાર જેનો પત્તો નથી મેળવી શક્યો એ હારના ચોરનો યશ આલેખવાને માટે (તૈયાર કરેલું) કાજળ (શાહી) જ હોય નહીં એવા અંધકાર વડે આકાશ પ્રદેશ છવાઈ ગયો ! આકાશને વિષે પુષ્પો હોય નહીં એવો જે એનો (આકાશનો) દોષ કહેવાય છે તે દોષ ટાળવાને માટે જ જાણે એણે (આકાશે) તારારૂપી પુષ્પો દેખાડ્યાં (આકાશમાં તારા ઉગ્યા.) વળી, પુષ્પો તો જાણે બતાવ્યાં, હવે ફળ પણ બતાવું એમ વિચારીને જ જાણે ગગને દાગવાળા પરવાળા સમાન રતાશ પડતા ચંદ્રબિંબરૂપ, ગોળ અને પરિપકવ ફળ પણ બતાવ્યું. (આકાશમાં ચન્દ્રોદય
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો)
૪૯