________________ હોટલ-રેસ્ટોરાં પર લટકતાં વાનગીઓનાં પાટિયાં વાંચતાં જ એની ભૂખ ભભૂકી ઊઠે છે અને કેકાકેલા જેવા પીણાંની પ્યાલીઓનાં દર્શને જ એની પ્યાસ અસહ્ય બની જાય છે. ભક્ષ્ય–અભક્ષ્ય વચ્ચેની ભેદરેખાને ભૂસતા આવા આ યુગમાં “રૂક જાવ ની લાલબત્તી ધરવા રૂપે આહારશુદ્ધિ-પ્રકાશનું આ પ્રકાશન અનેક દષ્ટિકોણથી આવકાર્ય થઈ પડે એવું છે. જનતાએ આ પ્રકાશનને અંતરથી આવકાર્યું છે, એની-શાખ ખૂબ જ ટૂંકા ગાળામાં આની પાંચમી આવૃત્તિ પ્રસિદ્ધ થઈ રહી છે, એ છે. પશ્ચિમના પવનથી પ્રભાવિત થયેલો એક વર્ગ આજે વાતવાતમાં વૈજ્ઞાનિક-દષ્ટિકોણથી જ નિહાળવાની અશ્રદ્ધામાં રાચી રહ્યો છે. આ વર્ગને ય વિચારવાની તક મળે એ માટે ભક્ષ્યાભઢ્ય અંગે આપણી માન્યતાઓને પુષ્ટ કરતાં વૈજ્ઞાનિક દષ્ટિકેણે ય આમાં સંગ્રહાયા છે. તપેનિધિ, પ્રભાવક પ્રવચનકાર પૂ. આ. શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના સફળ સુકાની પણ નીચે મંડાયેલી સં 2021 ની પાટણની જ્ઞાનપરબમાં શાંતિ મૂતિ પૂ. મુનિરાજશ્રી રાજેન્દ્રવિજયજી મહારાજે બપોરના સમયે ભક્ષ્યાભર્ય” વિષય ઉપર વાચનાઓ આપેલી. એ વાચનાઓનું અનેક ગ્રંથોના આધારે સંસ્કારિત સંકલન એટલે જ આ પુસ્તક! આ ડારની અશુદ્ધિના અંધકારમાં અટવાતા આદમીને આહારની શુદ્ધિના પ્રકાશને પગલે પગલે સહુ કોઈ પ્રવાસ આરંભે એવી પુણ્ય-પ્રતીક્ષા સાથે પૂર્ણવિરામ!