________________ 11 આહાર જે શુદ્ધ હોય તે એ શુદ્ધતાને પડશે. ચિત્તમાં ય પડે છે. ચિત્તની શુદ્ધતા ચિંતનને સુંદર બનાવે છે. સુંદર ચિંતનના બીજમાંથી શુદ્ધચર્યાને છોડ ઊગી નીકળે છે અને એ છોડ પર એક દહાડે સુવિશુદ્ધ ચર્યાનું ફૂલ ઊગી નીકળતાં વાર નથી લાગતી. એ ફૂલમાંથી ફેલાતી ચારિત્રની ફેરમ વાતાવરણમાં ય પવિત્રતાની પરિમલ પાથરી જાય છે ! આમ, આહારશુદ્ધિ જીવનના સર્વતોમુખી. વિકાસને પાયે છે. આહારશુદ્ધિ એક તરફ દિલની વિશુદ્ધિને કેલ આપે છે તો બીજી તરફ દેહની શુદ્ધિ (રજમુક્તિ) કાજેય એ બાંહેધરી આપે છે. રોગનું મૂળ જીભની લાલસા છે. આહારશુદ્ધિ આ લાલસા ઉપર લાલ આંખ કરીને એને કાબૂમાં લઈ લે છે. આ લાલસા કાબૂમાં આવી જતાં પછી રોગોની સંભાવના ઓછી રહે છે. માનસિક, વાચિક અને કાયિક વિકાસની ત્રિવેણીનું ઉદ્દગમધામ આહારશુદ્ધિ છે. આવી આહારશુદ્ધિનું આચરણ તે જ પરમ અને ચરમ સાફલ્યને વરે, જે આપણે આ તાલીમમાંથી બેઠી થતી તાકાતને તપયુદ્ધના મેદાને છૂટી મૂકી દઈએ અને વિજયની વરમાળાને વરીએ! વિજ્ઞાનના વધતા જતા સગવડોના ખડકલાએ એટલી બધી તો અગવડો ઊભી કરી દીધી છે કે આજને માનવ એક આર્ય તરીકેની પણ રહેણીકરણને વળગી રહેવામાં વધુને વધુ કાયર સાબિત થઈ રહ્યો છે ! એની કાયરતાની કતાર તો નિહાળો :